zoom in zoom out toggle zoom 

< બાળ કાવ્ય સંપદા

બાળ કાવ્ય સંપદા/ગમે છે !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગમે છે !

લેખક : કરસનદાસ લુહાર
(1942)

અમને લીલાં ઝાડ ગમે છે !
ભીના ભીના પહાડ ગમે છે !
આકાશોની આડ ગમે છે !
વાદળિયાંની વાડ ગમે છે !
નદી ખળકતી નાડ ગમે છે !
પાણીપોચાં હાડ ગમે છે !
દરિયો નાખે ત્રાડ ગમે છે !
મોજાં કરતાં લાડ ગમે છે !
ચાંદાની મોંફાડ ગમે છે !
સૂરજનો ઉઘાડ ગમે છે !
ઊંચાં ઊંચાં તાડ ગમે છે !
જળમાં વહેતાં ઝાડ ગમે છે !
અમને લીલાં ઝાડ ગમે છે !
ભીના ભીના પહાડ ગમે છે !