ભારતીય કાવ્યસિદ્ધાંત/લક્ષણા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
મમ્મટે લક્ષણાને શબ્દનો મૂળભૂત સ્વકીય વ્યાપાર (‘ક્રિયા’) નહિ, પણ આરોપિત વ્યાપાર કહેલ છે. શબ્દ સીધેસીધો લક્ષ્યાર્થ પ્રગટ કરી શકતો નથી. પહેલાં તો એ પોતાની અભિધાશક્તિ –જે એની ઈશ્વરદત્ત નૈસગિક શક્તિ છે તે - દ્વારા પોતાનો વાચ્યાર્થ પ્રગટ કરે છે; અને આ વાચ્યાર્થ બાધિત જણાતાં તેમાંથી અન્ય અર્થ લેવા આપણે પ્રવૃત્ત થઈએ છીએ. આમ, લક્ષણા એ શબ્દનો નહિ, પણ એક રીતે કહીએ તો, વાચ્યાર્થનો વ્યાપારછે અને શબ્દ ઉપર એ આરોપિત થયેલો છે.

વિશ્વનાથ પણ લક્ષણાને શબ્દની ‘अर्पिता शक्ति’ કહે છે અને એનું વિવરણ એ ‘स्वाभाविकेतरा ईश्वरानुद्भाविता’ એવા શબ્દોથી કરે છે. એટલે કે લક્ષણા અભિધાના જેવી શબ્દની સ્વાભાવિક કે ઈશ્વરદત્ત શક્તિ નથી; એ શબ્દની અમુક પરિસ્થિતિમાં અને કદાચ માણસની ઇચ્છાથી પ્રગટ થતી શક્તિ છે.

પણ શ્રી. સુરેન્દ્રનાથ દાસગુપ્ત તો લક્ષણાને શબ્દની શક્તિ તરીકે જ સ્વીકારવા તૈયાર નથી. પોતાનો આ મત સમજાવતાં તેમણે લખ્યું છે કે “કેવળ શબ્દ દ્વારા જ લાક્ષણિક અર્થ સમજાવી શકાતો નથી. કોઇ શબ્દનો અર્થ બીજા શબ્દના અર્થ સાથે અન્વિત થઈને કોઈ પણ વાક્યાર્થને અસંભવિત બનાવી મૂકે છે, તેનું કારણ શબ્દ નથી, તેનું કારણ આપણો પૂર્વનો અનુભવ છે. આપણે જાણીએ છીએ કે ગંગામાં વાસ કરવા જતાં માણસ જરૂર ડૂબી જ જવાનો. એટલા માટે પૂર્વના અનુભવ સાથે વાક્ય દ્વારા પ્રતિપાદિત અર્થનો વિરોધ જન્મે છે. એવી સ્થિતિમાં જો એટલી ખબર હોય કે વક્તા લવલવિયો અથવા ખોટાબોલો નથી, તો હું ‘ગંગામાં’ એ શબ્દનો બીજો અર્થ શોધું. ઘણી વાર એક કરતાં વધુ રીતે વાક્યાર્થનો મેળ સાધી શકાય તેમ હોય છે. ‘ગંગામાં’ શબ્દનો અર્થ ‘ગંગાતીરે’ પણ કરી શકીએ અથવા ‘ગંગામાં તરતી નૌકા’ પણ કરી શકીએ. બહુવિધ જટિલ વિચારને પરિણામે જે અર્થ આપણે ગ્રહણ કરીએ તે આમ શબ્દ શક્તિજનિત માનવો એ મને સંગત નથી લાગતું.”
પણ શ્રી. સુરેન્દ્રનાથ દાસગુપ્ત તો લક્ષણાને શબ્દની શક્તિ તરીકે જ સ્વીકારવા તૈયાર નથી. પોતાનો આ મત સમજાવતાં તેમણે લખ્યું છે કે “કેવળ શબ્દ દ્વારા જ લાક્ષણિક અર્થ સમજાવી શકાતો નથી. કોઇ શબ્દનો અર્થ બીજા શબ્દના અર્થ સાથે અન્વિત થઈને કોઈ પણ વાક્યાર્થને અસંભવિત બનાવી મૂકે છે, તેનું કારણ શબ્દ નથી, તેનું કારણ આપણો પૂર્વનો અનુભવ છે. આપણે જાણીએ છીએ કે ગંગામાં વાસ કરવા જતાં માણસ જરૂર ડૂબી જ જવાનો. એટલા માટે પૂર્વના અનુભવ સાથે વાક્ય દ્વારા પ્રતિપાદિત અર્થનો વિરોધ જન્મે છે. એવી સ્થિતિમાં જો એટલી ખબર હોય કે વક્તા લવલવિયો અથવા ખોટાબોલો નથી, તો હું ‘ગંગામાં’ એ શબ્દનો બીજો અર્થ શોધું. ઘણી વાર એક કરતાં વધુ રીતે વાક્યાર્થનો મેળ સાધી શકાય તેમ હોય છે. ‘ગંગામાં’ શબ્દનો અર્થ ‘ગંગાતીરે’ પણ કરી શકીએ અથવા ‘ગંગામાં તરતી નૌકા’ પણ કરી શકીએ. બહુવિધ જટિલ વિચારને પરિણામે જે અર્થ આપણે ગ્રહણ કરીએ તે આમ શબ્દ શક્તિજનિત માનવો એ મને સંગત નથી લાગતું.” <ref>‘કાવ્યવિચાર’ : પૃ. ૮-૯.</ref>
મમ્મટ કે વિશ્વનાથ લક્ષણાને કેવળ શબ્દની શક્તિ કે એની સ્વાભાવિક શક્તિ માનતા નથી. પણ શબ્દનિમિત્તે અર્થ પ્રાપ્ત થતો હોવાથી, તેમજ શાસ્ત્રીય વર્ગીકરણની સગવડ ખાતર એને શબ્દની શક્તિ ગણવાનું એમનું વલણ દેખાય છે. વિશ્વનાથ લક્ષણાને ‘ईश्वरानुद्भाविता’ કહે છે તેમાં માણસની ઈચ્છાને એ અધીન છે એવું સૂચન જોઈ શકાય અને શ્રી. દાસગુપ્ત લક્ષણામાં માણસના પૂર્વના અનુભવને કારણભૂત માને છે તેની સાથે એને મેળ સાધી શકાય. એક કરતાં વધુ રીતે વાક્યાર્થને મેળ સાધવાનું તો, જે વાક્યના સંદર્ભને બરોબર ખ્યાલમાં રાખીએ તો બહુ ઓછે સ્થળે શક્ય હોય છે. આથી લક્ષણાશક્તિનો શબ્દ પર આરોપ કરવામાં ખાસ કશી શાસ્ત્રીય ભૂલ થતી હોય એવું લાગતું નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}