4,496
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 9: | Line 9: | ||
આ વખતે હોસ્ટેલ-મેસની ચપાતી કરડી કરડી કંટાળ્યો. ઇન્ટરનલ પતી એટલે થયું : એન્યુઅલને મહિનોક વાર છે તે બેચાર દા’ડા જરા ઘેર જતો આવું. પછી કૈં પટ્ટી નૈં પડે. આખું વરહ મુન્શીની કાકાની શશી ને શશીના કાકા ઉર્ફે કનૈયાલાલની લીલાવતી ને લીલાવતીના કનૈયાલાલ કરતાં કરતાં માથું પાકી ગયું છે તે જરા ચેન્જ રહેશે. | આ વખતે હોસ્ટેલ-મેસની ચપાતી કરડી કરડી કંટાળ્યો. ઇન્ટરનલ પતી એટલે થયું : એન્યુઅલને મહિનોક વાર છે તે બેચાર દા’ડા જરા ઘેર જતો આવું. પછી કૈં પટ્ટી નૈં પડે. આખું વરહ મુન્શીની કાકાની શશી ને શશીના કાકા ઉર્ફે કનૈયાલાલની લીલાવતી ને લીલાવતીના કનૈયાલાલ કરતાં કરતાં માથું પાકી ગયું છે તે જરા ચેન્જ રહેશે. | ||
લાવ, ભાભી આવી પૂગે એ પહેલાં ચારસો ઓઢી લુંગીની ગાંઠ | લાવ, ભાભી આવી પૂગે એ પહેલાં ચારસો ઓઢી લુંગીની ગાંઠ ફીટ કરી દઉં. એમનું ભલું પૂછવું, છેડો હાથમાં આવતો નથી તે બરાબર ગાંઠ વાગતી નથી સાલી. પૂંઠે બવ ઘવડાવે છે તે ખાટલીની કાથી જોડે ઘસું તો કદાચ છે ને હારું લાગે. હોસ્ટેલમાં તો લાકડાની પાટ. લીસ્સી ખરી પણ કઠણી કઠણી સપ્પાટ. ઘસીયે તો ભલી હોય તો હરાક વાગે ને પાછી ઘવડ તો એવી ને એવી. એન્થી કાથીવાળી ખાટલી હારી. જીરી જીરી કૈડતી જાય ને ઊંચીનીચી થતી જાય. | ||
ભાભીનો હાથ પૂંઠે કેમ છે? આંખ કેમ ઈજમેટીયા પાનના બીડા જેવી? અંદરબહાર બધું રવરવ રવરવ કેમ થાય? હસતા વંકુડીયા હોઠ. અદ્દલ આમલી પાડવાની આંકુડી જ જોઈ લ્યો! લાવ, સૂવાનો ઢોંગ કરી બીવડાવું : ભાભજી, બૉ ગલીગલી થાય છે. કાનની બુટે રેશમી દોરી ના અડાડોની ભૈસા’બ! ભૂખરી દોરી જેવું આ શું પટપટ થાય? બાપ રે! આમથી તેમ મોં પર તેમથી આમ ઝૂલે ઉંદરીયું! આ પડ્યો. ઓ પડ્યો, આ ઊભો, એ દોડ્યો, એ કૂદ્યો. બૉ મસ્તીએ ચડી છે તે પાંહરી કરવી પડહે! જે થાય તે ખાટલીમાંથી કૂદી પઈડા વના કોઈ આરો ઓવારો નથી. | ભાભીનો હાથ પૂંઠે કેમ છે? આંખ કેમ ઈજમેટીયા પાનના બીડા જેવી? અંદરબહાર બધું રવરવ રવરવ કેમ થાય? હસતા વંકુડીયા હોઠ. અદ્દલ આમલી પાડવાની આંકુડી જ જોઈ લ્યો! લાવ, સૂવાનો ઢોંગ કરી બીવડાવું : ભાભજી, બૉ ગલીગલી થાય છે. કાનની બુટે રેશમી દોરી ના અડાડોની ભૈસા’બ! ભૂખરી દોરી જેવું આ શું પટપટ થાય? બાપ રે! આમથી તેમ મોં પર તેમથી આમ ઝૂલે ઉંદરીયું! આ પડ્યો. ઓ પડ્યો, આ ઊભો, એ દોડ્યો, એ કૂદ્યો. બૉ મસ્તીએ ચડી છે તે પાંહરી કરવી પડહે! જે થાય તે ખાટલીમાંથી કૂદી પઈડા વના કોઈ આરો ઓવારો નથી. | ||