અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/કદાચ (કવિનું વસિયતનામું): Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કદાચ હું કાલે નહીં હોઉં — કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે મારી બિડાય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|કદાચ (કવિનું વસિયતનામું)|સુરેશ જોષી}} | |||
<poem> | <poem> | ||
કદાચ હું કાલે નહીં હોઉં — | કદાચ હું કાલે નહીં હોઉં — |
Revision as of 07:33, 12 July 2021
કદાચ (કવિનું વસિયતનામું)
સુરેશ જોષી
કદાચ હું કાલે નહીં હોઉં —
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોરવયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
(ઇતરા, પૃ. ૧૨)