9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
આમ તો, કથાસાહિત્ય પ્રમોદકુમારના રસનો વિષય; પણ એમણે ગુજરાતી કવિતા, નિબંધ તથા વિવેચન વિશે પણ અધિકાર અને રસથી લખ્યું છે. ઝીણવટભર્યો અભ્યાસ અને વિશદ અભિવ્યક્તિ, તટસ્થ સમભાવ તથા સત્યની જ ઉપાસના એમના પ્રત્યેક લેખમાં પ્રતીત થાય છે. (એમણે નવલકથા-વાર્તાના સ્વરૂપવિશેષોની ચર્ચા કરવા સાથે ગુજરાતીની અને ભારતીય ભાષાઓની મહત્ત્વની કૃતિઓની તુલનાત્મક સમીક્ષાઓ આપી છે. આ અભ્યાસ દરમિયાન એમણે વિદેશી કૃતિઓના ઉચિત સંદર્ભો ટાંક્યા છે ને એમ પોતાના લેખનને સર્વાંગીણ બનાવવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. સર્જકતા, સર્જનપ્રક્રિયા, રસ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, આધુનિકતાવાદ અને અન્ય કલાઆંદોલનો વિશેના એમના લેખો મૂળગામી ચર્ચાને લીધે ક્યાંક લંબાતા ને શુષ્ક બનતા હોવા છતાં ઘણા નોંધપાત્ર છે.) ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર’ વિશેના બંને ગ્રંથો તથા ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વ-વિચાર’ ગ્રંથ એમની સૂક્ષ્મ તથા તેજસ્વી વિદ્યાદૃષ્ટિનાં પરિણામો છે. ગુજરાતી વિવેચનને એમનું આ મહામૂલું અર્પણ છે. પન્નાલાલ પટેલના સાહિત્યનો અભ્યાસ, રસસિદ્ધાંતની સમીક્ષા, ઉશનસ્, રાજેન્દ્ર શાહ, રમેશ પારેખ, રાવજી પટેલ જેવા કવિઓની કવિતાનો એમણે કરેલો અભ્યાસ એમની વિવેચનાનાં ઉત્તમ પરિણામો છે. સંસ્કૃત (બે લેખો) અને અંગ્રેજીમાં (12 લેખો) લખાયેલા લેખોના સરસ અનુવાદોનું (મરણોત્તર) એમનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ (1999) પણ એમની એકાધિક ભાષાઓ પરની પકડ દર્શાવતું ઉપયોગી અર્પણ બની રહ્યું છે. સિદ્ધાંતવિવેચન, પ્રત્યક્ષ વિવેચન અને પ્રવાહ (ઇતિહાસ) દર્શન : ત્રણેય ભૂમિકાઓમાં ઉત્તમ લેખો આપનારા ડૉ. પ્રમોદકુમાર પટેલ સુરેશ જોષી પછીના આધુનિક સાહિત્યના એક મહત્ત્વના વિવેચક બની રહે છે. | આમ તો, કથાસાહિત્ય પ્રમોદકુમારના રસનો વિષય; પણ એમણે ગુજરાતી કવિતા, નિબંધ તથા વિવેચન વિશે પણ અધિકાર અને રસથી લખ્યું છે. ઝીણવટભર્યો અભ્યાસ અને વિશદ અભિવ્યક્તિ, તટસ્થ સમભાવ તથા સત્યની જ ઉપાસના એમના પ્રત્યેક લેખમાં પ્રતીત થાય છે. (એમણે નવલકથા-વાર્તાના સ્વરૂપવિશેષોની ચર્ચા કરવા સાથે ગુજરાતીની અને ભારતીય ભાષાઓની મહત્ત્વની કૃતિઓની તુલનાત્મક સમીક્ષાઓ આપી છે. આ અભ્યાસ દરમિયાન એમણે વિદેશી કૃતિઓના ઉચિત સંદર્ભો ટાંક્યા છે ને એમ પોતાના લેખનને સર્વાંગીણ બનાવવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. સર્જકતા, સર્જનપ્રક્રિયા, રસ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, આધુનિકતાવાદ અને અન્ય કલાઆંદોલનો વિશેના એમના લેખો મૂળગામી ચર્ચાને લીધે ક્યાંક લંબાતા ને શુષ્ક બનતા હોવા છતાં ઘણા નોંધપાત્ર છે.) ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર’ વિશેના બંને ગ્રંથો તથા ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વ-વિચાર’ ગ્રંથ એમની સૂક્ષ્મ તથા તેજસ્વી વિદ્યાદૃષ્ટિનાં પરિણામો છે. ગુજરાતી વિવેચનને એમનું આ મહામૂલું અર્પણ છે. પન્નાલાલ પટેલના સાહિત્યનો અભ્યાસ, રસસિદ્ધાંતની સમીક્ષા, ઉશનસ્, રાજેન્દ્ર શાહ, રમેશ પારેખ, રાવજી પટેલ જેવા કવિઓની કવિતાનો એમણે કરેલો અભ્યાસ એમની વિવેચનાનાં ઉત્તમ પરિણામો છે. સંસ્કૃત (બે લેખો) અને અંગ્રેજીમાં (12 લેખો) લખાયેલા લેખોના સરસ અનુવાદોનું (મરણોત્તર) એમનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ (1999) પણ એમની એકાધિક ભાષાઓ પરની પકડ દર્શાવતું ઉપયોગી અર્પણ બની રહ્યું છે. સિદ્ધાંતવિવેચન, પ્રત્યક્ષ વિવેચન અને પ્રવાહ (ઇતિહાસ) દર્શન : ત્રણેય ભૂમિકાઓમાં ઉત્તમ લેખો આપનારા ડૉ. પ્રમોદકુમાર પટેલ સુરેશ જોષી પછીના આધુનિક સાહિત્યના એક મહત્ત્વના વિવેચક બની રહે છે. | ||
{{Right | '''મણિલાલ હ. પટેલ''' }} <br> | {{Right | '''મણિલાલ હ. પટેલ''' }} <br> | ||
{{Right | ‘ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર }} <br> | {{Right | https://gujarativishwakosh.org/પટેલ-પ્રમોદકુમાર/ ‘ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર }} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||