અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કલાપીના જીવનકવનનો એક વળાંક | }} {{Poem2Open}} <center> '''૧''' </center> કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને, તહીં તેની કોઈ પ્...")
 
No edit summary
Line 10: Line 10:
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?
શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ

૧. નવલરામ ત્રિવેદી : “પ્રિયાપ્રેમમાં સંપૂર્ણ પ્રપાત પામીને કવિનું હૃદય ત્યાં જ વિરમતું નથી. કુદરતનું રહસ્ય તેમનાં પ્રણયતૃપ્ત નયનો પાસે પળેપળે પ્રકટ થતું ભાસે છે : પણ કવિને એટલાથી તૃપ્તિ નથી. તેમને તો એ સૃષ્ટિના સ્રષ્ટાનાં દર્શનની અભિલાષા જાગે છે... આ સમય પછી કલાપીએ લખેલાં સર્વ કાવ્યો પ્રિયાપ્રેમ નહીં પણ પ્રભુપ્રેમ વિશે જ છે. પણ તેની સંખ્યા ઘણી થોડી છે, કારણ, હૃદય જ્યારે ભરપૂર હોય છે ત્યારે જીભ મૂંગી બને છે.”૧
'''૧. નવલરામ ત્રિવેદી''' : “પ્રિયાપ્રેમમાં સંપૂર્ણ પ્રપાત પામીને કવિનું હૃદય ત્યાં જ વિરમતું નથી. કુદરતનું રહસ્ય તેમનાં પ્રણયતૃપ્ત નયનો પાસે પળેપળે પ્રકટ થતું ભાસે છે : પણ કવિને એટલાથી તૃપ્તિ નથી. તેમને તો એ સૃષ્ટિના સ્રષ્ટાનાં દર્શનની અભિલાષા જાગે છે... આ સમય પછી કલાપીએ લખેલાં સર્વ કાવ્યો પ્રિયાપ્રેમ નહીં પણ પ્રભુપ્રેમ વિશે જ છે. પણ તેની સંખ્યા ઘણી થોડી છે, કારણ, હૃદય જ્યારે ભરપૂર હોય છે ત્યારે જીભ મૂંગી બને છે.”<ref>‘કલાપી’, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૪, પૃ. ૬૨-૬૩. </ref>
૨. સુન્દરમ્‌ : “...ગાનની અંદર પણ કલાપી કંઈક શોધી રહ્યો છે... પ્રિયપાત્રની પ્રાપ્તિમાંથી પણ જીવનનું સર્વસ્વ હાથ નથી આવતું... આમ કેમ? એનો જવાબ તો સૃષ્ટિના પ્રારંભથી જ જીવનદૃષ્ટાઓ આપતા રહ્યા છે. આ બધા રસો છે તે તો પ્રભુના રસની છાયાઓ છે. અમેય, અખૂટ, અતાગ, શાશ્વત રસસાગર તો તે જ છે. અને કલાપીને પણ તેની ઝાંખી થાય છે.”ર
 
૩. અનંતરાય રાવળ : “પ્રેમનું આ તપ તપીને પછી એની સિદ્ધિ મેળવતાં સુરસિંહજીનું પ્રણયદર્દ શમી ગયું. ચક્રવાકની વિપ્રલંભ-ચીસો શમી ગઈ, એમના આત્માએ પ્રસન્નતા અનુભવી, જે ‘ઉત્સુક હૃદય’ કાવ્યમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે. પણ આ આનંદ-ઉછાળ થોડો વખત જ રહ્યો. ઝંખના જેટલી મજા મિલનની હોતી નથી. તેમ વળી આ નિત્યના રસપિપાસુને રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્ય રસની અભિલાષા જાગી...”૩
'''૨. સુન્દરમ્‌''' : “...ગાનની અંદર પણ કલાપી કંઈક શોધી રહ્યો છે... પ્રિયપાત્રની પ્રાપ્તિમાંથી પણ જીવનનું સર્વસ્વ હાથ નથી આવતું... આમ કેમ? એનો જવાબ તો સૃષ્ટિના પ્રારંભથી જ જીવનદૃષ્ટાઓ આપતા રહ્યા છે. આ બધા રસો છે તે તો પ્રભુના રસની છાયાઓ છે. અમેય, અખૂટ, અતાગ, શાશ્વત રસસાગર તો તે જ છે. અને કલાપીને પણ તેની ઝાંખી થાય છે.”<ref>‘અવલોકના’, આર. આર. શેઠની કંપની, મુંબઈ, ૧૯૬૫, પૃ. ૧૯૩-૯૪,</ref>
“કલાપીનો આંતર પરિચય કરતાં એ ભાવનાવિહારી જીવાત્મા દિવ્ય રસનો... શોધક કે પિપાસુ છે એમ સમજાય છે. પ્રકૃતિસૌન્દર્ય, મિત્રસ્નેહ, પુસ્તકો, રમા, શોભના વગેરે તેના આરામ અને રસવિષય બને છે તે એ રસના થોડાં બિંદુનો આસ્વાદ કરાવે છે તેથી, પણ એથી એને તૃપ્તિ થતી નથી. એ પરમ રસતત્ત્વની પ્યાસ અને ખોજે અનેક સુંદર ભવ્ય ગઝલો એની પાસે લખાવી છે.”૪
 
“પ્રણયપ્રકરણ પૂરું થતાં, એમની અમર રસના, દિવ્ય સનમના, હરિના દર્શનાનુભવની વૃત્તિ જોર પકડે છે... આ પંથના ‘કલાપી’ એકલ પ્રવાસી જ બન્યા હશે એનું સૂચન દિલદારને નશો ન ચડ્યાની ફરિયાદ કરતી ‘સાકીને ઠપકો’ એ નામની ગઝલમાં આપણને મળે છે. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી નષ્ટો મોહઃ જેવા અનુભવે એમને આ પંથે વેગથી વાળ્યા હોય... ‘સાક્ષાત્‌ હરિને’ જોવા ચાલેલા ’કલાપી’ના જિગરને હરિદર્શન થયું પણ ખરું, એ એમની ‘આપની યાદી’ એ નામની છેલ્લી ગઝલ આપણને કહે છે.”૫
'''૩. અનંતરાય રાવળ''' : “પ્રેમનું આ તપ તપીને પછી એની સિદ્ધિ મેળવતાં સુરસિંહજીનું પ્રણયદર્દ શમી ગયું. ચક્રવાકની વિપ્રલંભ-ચીસો શમી ગઈ, એમના આત્માએ પ્રસન્નતા અનુભવી, જે ‘ઉત્સુક હૃદય’ કાવ્યમાં સુંદર રીતે વ્યક્ત થઈ છે. પણ આ આનંદ-ઉછાળ થોડો વખત જ રહ્યો. ઝંખના જેટલી મજા મિલનની હોતી નથી. તેમ વળી આ નિત્યના રસપિપાસુને રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્ય રસની અભિલાષા જાગી...”<ref>‘કલાપીનો કાવ્યકલાપ’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૫૫, પ્રસ્તાવના, પૃ. ૧૨-૧૩.</ref>
૪. ઇન્દ્રવદન દવે : “પણ મારું હૃદય તો સાક્ષાત્‌ પ્રભુને જ જોવા તલસે છે એટલે એ પ્રભુની માત્ર છબી (નકલ) જેવી કુદરતમાં અને શોભનામાં મને શાનો આનંદ આવે? શોભનાને પરણ્યા પછી માત્ર ચાર-પાંચ મહિનામાં જ કવિને સમજાઈ ગયું કે જે પૂર્ણ સૌન્દર્ય, પ્રેમની ભાવના કલ્પનામાં રમી રહી હતી તેનો સમગ્ર આવિષ્કાર તો એકમાત્ર પરમાત્માને પોતાનો બનાવવામાં જ પ્રાપ્ત થાય તેમ છે.”૬
“કલાપીનો આંતર પરિચય કરતાં એ ભાવનાવિહારી જીવાત્મા દિવ્ય રસનો... શોધક કે પિપાસુ છે એમ સમજાય છે. પ્રકૃતિસૌન્દર્ય, મિત્રસ્નેહ, પુસ્તકો, રમા, શોભના વગેરે તેના આરામ અને રસવિષય બને છે તે એ રસના થોડાં બિંદુનો આસ્વાદ કરાવે છે તેથી, પણ એથી એને તૃપ્તિ થતી નથી. એ પરમ રસતત્ત્વની પ્યાસ અને ખોજે અનેક સુંદર ભવ્ય ગઝલો એની પાસે લખાવી છે.”<ref>એજન, પૃ. ૧૫-૧૬.</ref>
“પ્રણયપ્રકરણ પૂરું થતાં, એમની અમર રસના, દિવ્ય સનમના, હરિના દર્શનાનુભવની વૃત્તિ જોર પકડે છે... આ પંથના ‘કલાપી’ એકલ પ્રવાસી જ બન્યા હશે એનું સૂચન દિલદારને નશો ન ચડ્યાની ફરિયાદ કરતી ‘સાકીને ઠપકો’ એ નામની ગઝલમાં આપણને મળે છે. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી નષ્ટો મોહઃ જેવા અનુભવે એમને આ પંથે વેગથી વાળ્યા હોય... ‘સાક્ષાત્‌ હરિને’ જોવા ચાલેલા ’કલાપી’ના જિગરને હરિદર્શન થયું પણ ખરું, એ એમની ‘આપની યાદી’ એ નામની છેલ્લી ગઝલ આપણને કહે છે.”<ref>એજન, પૃ. ૩૧</ref>
૪. ઇન્દ્રવદન દવે : “પણ મારું હૃદય તો સાક્ષાત્‌ પ્રભુને જ જોવા તલસે છે એટલે એ પ્રભુની માત્ર છબી (નકલ) જેવી કુદરતમાં અને શોભનામાં મને શાનો આનંદ આવે? શોભનાને પરણ્યા પછી માત્ર ચાર-પાંચ મહિનામાં જ કવિને સમજાઈ ગયું કે જે પૂર્ણ સૌન્દર્ય, પ્રેમની ભાવના કલ્પનામાં રમી રહી હતી તેનો સમગ્ર આવિષ્કાર તો એકમાત્ર પરમાત્માને પોતાનો બનાવવામાં જ પ્રાપ્ત થાય તેમ છે.”<ref>‘કલાપીનો કેકારવ’, ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ. વડોદરા, સં. ૨૦૨૪, વિવરણ, પૃ. ૧૪૮.</ref>
આ બધામાંથી આટલા મુદ્દાઓ નીકળે છે :
આ બધામાંથી આટલા મુદ્દાઓ નીકળે છે :
૧. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી મોહ નષ્ટ થતાં, પ્રિયાપ્રેમથી અતૃપ્ત થઈને, રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્યરસની અભિલાષાથી કલાપી પ્રભુપ્રેમ તરફ વળે છે.
૧. અતિ ઝંખેલા પ્રણયની સિદ્ધિ પછી મોહ નષ્ટ થતાં, પ્રિયાપ્રેમથી અતૃપ્ત થઈને, રસનું એક શિખર લાધતાં એથી ઊંચા દિવ્યરસની અભિલાષાથી કલાપી પ્રભુપ્રેમ તરફ વળે છે.
Line 44: Line 46:

પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે.

બીજી રીતે જોઈએ તો, આ કાવ્ય લખાયું છે શોભના સાથેનાં લગ્ન પછી ચારપાંચ માસે, પણ “લગ્નની આગલી રાતે જાણે અનુભવેલા ઉત્કંઠ અને કોડભર્યા, કલ્પનાસભર અને પ્રસન્ન હૈયાનો આનંદ વર્ણવવા કવિ બેઠા હોય એવી”૭ કવિતામાં, લગ્ન પછી ચારપાંચ મહિનામાં થયેલી પ્રતીતિ – પૂર્ણ પ્રેમ અને સૌન્દર્યની ભાવના તો પરમાત્માની પ્રાપ્તિમાં રહેલી છે એવી પ્રતીતિ કેમ આવી શકે?
બીજી રીતે જોઈએ તો, આ કાવ્ય લખાયું છે શોભના સાથેનાં લગ્ન પછી ચારપાંચ માસે, પણ “લગ્નની આગલી રાતે જાણે અનુભવેલા ઉત્કંઠ અને કોડભર્યા, કલ્પનાસભર અને પ્રસન્ન હૈયાનો આનંદ વર્ણવવા કવિ બેઠા હોય એવી”<ref>ઇન્દ્રવદન દવે, ‘કલાપીનો કેકાવાર’ વિવરણ, પૃ. ૧૪૭</ref> કવિતામાં, લગ્ન પછી ચારપાંચ મહિનામાં થયેલી પ્રતીતિ – પૂર્ણ પ્રેમ અને સૌન્દર્યની ભાવના તો પરમાત્માની પ્રાપ્તિમાં રહેલી છે એવી પ્રતીતિ કેમ આવી શકે?
તો પછી આ બે પંક્તિઓનું તાત્પર્ય કંઈ જુદું હોવાનો સંભવ ખરો? એ નોંધપાત્ર છે કે શ્રી અનંતરાય રાવળ, પોતે અન્ય સ્થાનોએ કરેલા વિવેચનથી જુદા પડીને, આ કાવ્ય પરના ટિપ્પણમાં આ પંક્તિઓનું લાક્ષણિક અર્થઘટન કરે છે :  

“ઇષ્ટની (ચિરવાંછિત શોભનાની) પ્રાપ્તિ સાથે કુદરતની પણ પ્રાપ્તિ થવાની આગલી કડીની વાતનું અનુસંધાન. હવે તો કવિ કહે છે, મારું હૃદય સાક્ષાત્‌ પ્રભુને જ તલપે છે. એ વખતે એની છબી જેવી કુદરતમાં શાનો આનંદ આવે? ‘સાક્ષાત્‌ હરિ’નો અર્થ કવિના મનમાં આ કાવ્ય પૂરતો શોભના છે. એની એના દર્શન-મિલનની ઉત્કટ અધીરાઈ અને પ્રીતિના વેગ અને ઊંડાણનું એમાં સૂચન છે.”૮
“ઇષ્ટની (ચિરવાંછિત શોભનાની) પ્રાપ્તિ સાથે કુદરતની પણ પ્રાપ્તિ થવાની આગલી કડીની વાતનું અનુસંધાન. હવે તો કવિ કહે છે, મારું હૃદય સાક્ષાત્‌ પ્રભુને જ તલપે છે. એ વખતે એની છબી જેવી કુદરતમાં શાનો આનંદ આવે? ‘સાક્ષાત્‌ હરિ’નો અર્થ કવિના મનમાં આ કાવ્ય પૂરતો શોભના છે. એની એના દર્શન-મિલનની ઉત્કટ અધીરાઈ અને પ્રીતિના વેગ અને ઊંડાણનું એમાં સૂચન છે.”<ref>‘કલાપીનો કાવ્યકલાપ’, વિવરણ, પૃ. ૨૮૦</ref>
આગલી કડીના અનુસંધાનમાં શ્રી અનંતરાય રાવળે કરેલું આ અર્થઘટન કાવ્યમાં દેખાતી અસંગતિને દૂર કરે છે એ રીતે ઉપયોગી છે. પણ એનું કાવ્યમાંથી કંઈ વિશેષ સમર્થન પ્રાપ્ત થાય છે કે કેમ તે વિચારવું જોઈએ.
આગલી કડીના અનુસંધાનમાં શ્રી અનંતરાય રાવળે કરેલું આ અર્થઘટન કાવ્યમાં દેખાતી અસંગતિને દૂર કરે છે એ રીતે ઉપયોગી છે. પણ એનું કાવ્યમાંથી કંઈ વિશેષ સમર્થન પ્રાપ્ત થાય છે કે કેમ તે વિચારવું જોઈએ.
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :
Line 68: Line 70:
પણ કલાપીએ આ પછી પ્રભુપ્રેમનાં જ કાવ્યો લખ્યાં છે એનું શું? – એવો પ્રશ્ન ઊઠે ખરો, પરન્તુ કલાપીના પ્રભુપ્રેમનાં આ કાવ્યો – ગઝલો પરત્વે બે મુદ્દા ખાસ વિચારવા જેવા છે :
પણ કલાપીએ આ પછી પ્રભુપ્રેમનાં જ કાવ્યો લખ્યાં છે એનું શું? – એવો પ્રશ્ન ઊઠે ખરો, પરન્તુ કલાપીના પ્રભુપ્રેમનાં આ કાવ્યો – ગઝલો પરત્વે બે મુદ્દા ખાસ વિચારવા જેવા છે :
૧. એક તો, આ ગઝલોમાં કેટલેક ઠેકાણે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો તલસાટ અને એને માટેની વ્યાકુળતા છે. તો પણ ઈશ્વરી કૃપાના સાક્ષાત્કારનો આનંદસભર ઉદ્‌ગાર એમાં સંભળાયા વિના રહેતો નથી. જીવનધન્યતાનું એક સબળ સંવેદન એમાં અભિવ્યક્ત થાય છે. આ ધન્યતાની લાગણી ક્યાંથી આવી? ધન્યતાનો અનુભવ કરાવે એવી એક જ ઘટના કલાપીના જીવનમાં એ વખતે બની હતી અને તે શોભનાની પ્રાપ્તિ, શોભનાનું સુખ. એટલે પ્રિયાપ્રેમને છાયારૂપ ગણી એનાથી ઊંચા પ્રભુપ્રેમ તરફ વળ્યા એમ નહિ પણ પ્રિયાપ્રેમનો અનુભવ જ એમના ઈશ્વરી પ્રેમના સાક્ષાત્કારનું નિમિત્ત બન્યો હોય એ રીતે પણ આ ગઝલોને જોઈ શકાય. ‘હૃદય ભરપૂર હોય’ તેમાંથી આ ગઝલો જન્મી છે તો હૃદયની સભરતાનો આ રીતે વિચાર કરી શકાય.

૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો૯ સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :
૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :
* યારી ગુલામી શું કરું તારી? સનમ!  
* યારી ગુલામી શું કરું તારી? સનમ!  
   ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
   ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
Line 74: Line 76:
* માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને  
* માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને  
   જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!
   જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”૧૦ તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).
કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.
કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.