અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ

{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને,  

તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ

Line 28: Line 28:
૫. પ્રભુપ્રેમના માર્ગમાં કલાપી એકલ પ્રવાસી જ બન્યા હશે. પ્રિયતમાનો સાથ એમાં એમને મળ્યો જણાતો નથી.

આ પાંચે મુદ્દાઓ વિષે થોડા ઊહાપોહને સ્થાન છે એમ લાગે છે. ખાસ કરીને જે પંક્તિઓનો આધાર લઈને આ તારણો પર જવામાં આવ્યું છે, એ પંક્તિઓનો કાવ્યગત સંદર્ભ એવો છે કે જે આપણને થોડું જુદી રીતે વિચારવાની કદાચ ફરજ પાડે.

<center> '''૨''' </center>
<center> '''૨''' </center>
Line 75: Line 76:
‘પ્રભુ’ કે ‘હરિ’ શબ્દનો આ વિશિષ્ટ અને લાક્ષણિક ઉપયોગ કહેવાય અને કવિએ એ શબ્દને કાવ્યમાં બે સ્થાનોએ ચાલુ અર્થમાં પ્રયોજીને ગૂંચવાડો ઊભો કર્યો છે – પણ કવિને શબ્દના અર્થને વિસ્તારવાની ક્યાં છૂટ નથી હોતી?

જો કાવ્યની પંક્તિઓનું આ અર્થઘટન બરાબર હોય તો કલાપી શોભનાના પ્રેમથી અતૃપ્ત થઈને કે મોહ નષ્ટ થતાં ઈશ્વરપ્રેમ તરફ વળ્યા એવું આ કાવ્ય બતાવે છે એમ કહી શકાય નહિ.

<center> '''૩''' </center>
<center> '''૩''' </center>
Line 91: Line 93:
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).

કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.

<center> '''૪''' </center>
<center> '''૪''' </center>
Line 114: Line 117:
આ પહેલાં આપણે નોંધ્યું છે એ પ્રમાણે પોતાની ગઝલો વિષે ખુલાસો કરતી વખતે (છેક ૧૦–૪–૧૯૦૦ના રોજ) કલાપી સ્વીકારે છે કે “શોભના સાથે બહુ આનંદ આવે છે તેમાં તો કાંઈ જ શંકા નહીં.”

તા. ૧૦–૬–૧૯૦૦ના રોજ તો કલાપીનું અવસાન થયું, એટલે એમ કહી શકાય કે લગભગ છેક સુધી કલાપીને શોભના સાથેનાં પોતાનાં લગ્નથી, પોતાની સ્થિતિથી એકંદરે સંતોષ જ રહ્યો છે. એમની પ્રેમની લાગણીમાં કશી ઓટ આવી હોય એમ માનવાને ખાસ કશું કારણ જણાતું નથી.

<center> '''૫''' </center>
<center> '''૫''' </center>
Line 121: Line 125:
સ્નેહીઓ કે સ્નેહનો ત્યાગ કરવાની વાત આમાં ક્યાંયે આવતી નથી. સ્નેહીઓની ઇચ્છાને વશ વર્તીને તો એ ત્યાગનું પગલું લેતાં અટકે છે. જગતપ્રીતિ – જેમાં મિત્રસ્નેહ, વિદ્યાપ્રીતિ, નારીપ્રેમ સઘળું આવી જાય છે – કલાપીના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ હતો – કાન્તની પેઠે, એનો પ્રભુપ્રીતિ સાથે કશોક અભેદ પણ કલાપીના મનમાં રચાયેલો લાગે છે.

સ્નેહીઓ વિના, પત્ની વિના – કદાચ શોભના વિના – કલાપી રાજ્યત્યાગ કરવા તૈયાર થયા હોત ખરા? એ રીતે રાજ્યત્યાગ કર્યો હોત તો એ ટકી શકત ખરો? કાન્તના જેવું કંઈક ન થાત? પણ “નિર્વાણનું સુખ છોડી દઈ સંસારીને મદદ આપવા સંસારમાં રહેતા મહાત્માઓ”<ref>કલાપીએ આપેલી સમજૂતી, જુઓ સાગરસંપાદિત ‘કેકારવ’ ની આવૃત્તિ ત્રીજી, પૃ. ૫૦૯-૧૦</ref> ને ઉદ્દેશીને લખાયેલી ‘શરાબનો ઇન્કાર’ એ ગઝલમાં કલાપી કહે છે કે “આવું, કહો! ક્યાં એકલો! આશક જહાં થાતી નથી.” એ આપણા પ્રશ્નનો જવાબ હોવા પૂરતો સંભવ છે.

<center> '''૬''' </center>
<center> '''૬''' </center>