અનુક્રમ/સુદામાચરિત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ચૌદ કડવાંની આ નાનકડી કૃતિ પ્રેમાનંદની એક ઉત્તમ પંક્તિની રચના છે. આ કાવ્યમાં સુદામાના વિરોધાભાસયુક્ત છતાં પ્રતીતિકર ચરિત્ર-નિર્માણમાં, વાગ્વેદગધ્યના ઉત્કર્ષમાં, વિલક્ષણ રસસંવિધાનમાં અને ધીમી સ્વસ્થ ગતિવાળા છતાં સઘન સુશ્લિષ્ટ નાટ્યાત્મક રચનાબંધમાં પ્રેમાનંદની સર્જકતાના વિશિષ્ટ ઉન્મેષો પ્રગટ થાય છે.

'''અભિલાષની સિદ્ધિ : સુદામાનું ચરિત્ર'''

‘ભાગવત’ માં સુદામાની કથા ભગવત્કૃપાના એક દૃષ્ટાંત લેખે આવે છે. પ્રેમાનંદનો પણ અંતિમ હેતુ તો ભગવત્કૃપા દર્શાવવાનો જ છે, છતાં પ્રેમાનંદની કલ્પના સુદામાનું એક આગવું ચરિત્ર ઊભું કરે છે. કહો કે પ્રેમાનંદને હાથે સુદામો એક આગવો આકાર ધારણ કરી રહે છે. પ્રેમાનંદની કૃતિમાં સુદામાનું આ ચરિત્ર જ સૌથી વધુ આસ્વાદ્યતત્ત્વ છે અને એથી એનું નામ ‘સુદામાચરિત્ર’ સાર્થક નીવડે છે.

Line 41: Line 41:
ટૂંકમાં, સુદામામાં માત્ર માનવસહજ ચંચળતા કે નિર્બળતા નથી, પણ પ્રમાદ, પ્રાકૃતતા અને બાઘાઈ પણ છે. આ જાતની રેખાઓ સુદામાના ચરિત્રમાં જરૂરી હતી એવું કંઈ નથી, ઊલટું એ સુદામાના વ્યક્તિત્વ-નિરૂપણને અને કાવ્યના રસને હાનિ કરે છે. છતાં પ્રેમાનંદને હાથે આવું બની ગયું છે અને એ પ્રેમાનંદની જીવન અને કલાની દૃષ્ટિની મર્યાદા બતાવે છે.

આવી થોડીક રેખાઓ બાદ કરતાં પ્રેમાનંદે આલેખેલું સુદામાનું ચરિત્ર એની સર્જકશક્તિનો એક વિલક્ષણ ઉન્મેષ છે.

'''કર્તવ્યબુદ્ધિની ઉચ્ચતા'''
'''કર્તવ્યબુદ્ધિની ઉચ્ચતા'''
‘સુદામાચરિત્ર’માંથી સુદામાનું જે ચરિત્ર ઊપસી આવે છે એમાં સુદામાપત્નીનો પણ આડકતરો હિસ્સો છે. સુદામાનો વૈરાગ્ય નિસ્તેજ અને ગૌરવહીન લાગે છે, સુદામાની નિષ્ક્રિયતા આપણને ખૂંચે છે, કેમ કે એ અજાચકવ્રત પાળે છે ત્યારે એની પત્ની ભિક્ષા કરી લાવી, પારકાં કામ કરી, કુટુંબનો નિર્વાહ ચલાવે છે. સુદામાની પત્ની કર્તવ્યનિષ્ઠ સ્ત્રી છે અને કુટુંબનો ભાર સહજભાવે ઉપાડે છે. બાળકને બે દિવસના ઉપવાસ થાય છે ત્યારે જ એ અકળાય છે અને પતિને તકલીફ (!) આપવા તૈયાર થાય છે. એ વ્યવહારબુદ્ધિવાળી પણ છે. ‘ઊભો અન્ને આખો સંસાર’ એમ એ સમજે છે એટલું જ નહિ ‘અન્ન વિના ધરમ સૂઝે નહિ’ એમ ધર્મનો પાયો પણ અન્ન છે એમ જાણે છે – દૃષ્ટાંતોથી સમજાવે પણ છે. દારિદ્ર્યને કારણે તો દાન-ધરમ પણ થઈ શકતાં નથી. દારિદ્ર્યના અક્ષર ધરણીધર ધોશે એવી એને શ્રદ્ધા છે છતાં એ હાથ જોડીને નિષ્ક્રિય બેસી રહેવામાં માનનારી નથી, એમ માનવું એને પાલવે તેમ પણ નથી, કેમ કે પરિવારને એણે જિવાડવાનો છે. પુરુષાર્થબુદ્ધિથી એ સ્ત્રી જાતે ઉદ્યોગ કરે છે અને અળખામણી થઈને પણ, પતિને કૃષ્ણ પાસે જવાનો ઉદ્યોગ કરવા પ્રેરે છે.

Line 59: Line 59:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંસારી સુદામાપત્ની સંન્યાસી સુદામા કરતાંયે આપણને કંઈક ઊંચી લાગવા સંભવ છે – એની કર્તવ્યબુદ્ધિને કારણે.

'''દિવ્ય અને લૌકિક રંગો'''
'''દિવ્ય અને લૌકિક રંગો'''
સુદામાનું ચરિત્ર પ્રેમાનંદને હાથે કંઈક નવો આકાર પામ્યું, તો કૃષ્ણનું પાત્ર પણ પ્રેમાનંદને હાથે કંઈક નવા રંગો ધારણ કરે છે. ‘ભાગવત’માં કૃષ્ણ સ્નેહથી છલકાતા હૃદયવાળા મિત્ર છે અને ભક્તની નાનીશી ભેટનું ગૌરવ કરી, એની મનઃકામનાને જાણી, એને અપાર સમૃદ્ધિ આપનાર પરમાત્મા પણ છે. પ્રેમાનંદ કૃષ્ણચરિત્રના આ અંશોને સરસ અને સચોટ ઉઠાવ આપે છે. સુદામો આવ્યો છે એ સાંભળતાં જ વૈભવ અને ભોગવિલાસમાં મગ્ન કૃષ્ણનું હૃદય મિત્રમિલન માટે કેવું ઉત્કંઠિત બની જાય છે :

Line 81: Line 81:
પણ અહીં પ્રેમાનંદ ભગવાનની માત્ર ભક્તાધીનતા દર્શાવીને અટકી જતો નથી, એ. ભગવાનને પોતાનાં પરાક્રમો વર્ણવતા પણ નિરૂપે છે! “નિશાળે બેઠાં હાથ વધારિયો”, “પુત્ર ગોરાણીને આપિયો”. ‘જુઓ, મેં — કેવું કર્યું હતું’ એવો આત્મપ્રશંસાનો ધ્વનિ એમાં રહેલો છે. ભગવાનની ભગવત્તાને પણ થોડો લૌકિક સ્પર્શ લાગે છે.

તોપણ કૃષ્ણનો મિત્રસ્નેહ આપણને સ્પર્શી જાય એવો છે, એની અનહદ કૃપાનું દર્શન ધન્ય કરે એવું છે. એનાં ટોળટીખળ, એની નમ્રતા, એનું અભિમાન આપણને મોહ પમાડે એવાં છે. પ્રેમાનંદે એક રસભર્યું કૃષ્ણચરિત્ર ઊભું કર્યું છે એમાં ના નહિ.

'''પ્રત્યક્ષ જનસ્વભાવચિત્રો'''
'''પ્રત્યક્ષ જનસ્વભાવચિત્રો'''
આ ત્રણ મુખ્ય ચરિત્રો ઉપરાંત બીજી કેટલીક સરસ ચરિત્રરેખાઓ આપણને પ્રેમાનંદની કૃતિમાં આસ્વાદવાની મળે છે. એ ચરિત્રરેખાઓ અત્યંત ગૌણ પાત્રોની છે અને સંક્ષેપમાં આલેખાયેલી છે, પણ પ્રેમાનંદને માણસમાં, માણસના વિવિધ સ્વભાવોનું અવલોકન કરવામાં અને એની નોંધ લેવામાં કેટલો રસ છે તે બતાવે છે. રોતાં મુખ કરી પિતાને દીન વાક્ય કહેતાં સુદામાનાં બાળકો, સુદામાને જોઈ તાળી દઈ હસતી અને વ્યંગવચનો બોલતી યાદવસ્ત્રીઓ, સુદામાની પૂંઠે કાંકરા નાખતાં બાળકો, વિવેકી વૃદ્ધ યાદવ અને પ્રતિહાર, બટકબોલી દાસી, વાંકાબોલી સત્ય-ભામા અને વિદગ્ધ રુક્મિણી – આટલીબધી વ્યક્તિઓને આવડા નાના કાવ્યમાં પ્રેમાનંદ સિવાય કોણ સ્થાન આપે? સ્થાન આપે તોયે એમના લાક્ષણિક સ્વભાવને યથાર્થ રીતે કોણ નિરૂપી શકે?

Line 92: Line 92:
સુદામાના પાત્રમાં પ્રેમાનંદે કેવો આંતર્વિરોધ ખડો કર્યો છે તે અહીં યાદ કરો એટલે પાત્રાલેખનમાં નાટ્યાત્મક વિરોધનો પ્રેમાનંદે કેટલો ઉપયોગ કર્યો છે એનો ખ્યાલ આવશે.

આવાં પાત્રો અને એની આવી રજૂઆત આપણને પ્રેમાનંદની સૃષ્ટિમાં લીન બનાવી દે છે.

'''ભક્તિબોધનું તાત્પર્ય, છતાં ભક્તિરસ નહિ'''

પ્રેમાનંદનાં પાત્રો સજીવ હોય છે, જનસ્વભાવની એની રેખાઓ તાદૃશ અને માર્મિક હોય છે અને આપણા ચિત્તમાં દૃઢપણે અંકિત થઈ જાય છે, છતાં પ્રેમાનંદ આપણા હૃદયને ભીંજવે છે અને વશ કરે છે એ તો એના આખ્યાનમાં ઊછળતી રસની છોળોથી. આ આખ્યાનમાં કયાકયા રસોની છોળ ઊછળે છે અને આપણને કેવીક ભીંજવે છે એ આપણે જોઈએ.

‘સુદામાચરિત્ર’નો હેતુ ભગવાનની નિઃસીમ કૃપા દર્શાવવાનો અને ભક્તિનો મહિમા ગાવાનો છે. તેથી ભક્તિરસ એમાં મુખ્ય હોય એમ માનવાનું આપણને મન થાય. પ્રેમાનંદ પણ આરંભમાં પ્રસ્તાવ મૂકે છે કે “ભક્તિરસ ચાખું, જે ચાખ્યો શુકસ્વામીએ રે.” ‘ભાગવત’ની સુદામાની કથા વાંચીએ તો એમાં સુદામાના હૃદયનો મુખ્ય ભાવ ભક્તિનો જ દેખાય છે અને ભગવાનની ભક્તવત્સલતાથી પોષાઈ એ આપણને ભક્તિરસનો અનુભવ કરાવે છે. અહીં પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’માં શું બને છે? ભક્તિરસની કોઈ ગાઢ અનુભૂતિ થાય છે ખરી? સુદામામાં ભક્તિની ભાવના છે, પણ આપણે આગળ જોયું છે તેમ એમાં એનું મન સ્થિર રહી શકતું નથી. અને કાવ્યમાંથી તો સુદામાનું ભક્ત તરીકેનું ચરિત્ર ઊપસે છે એના કરતાં ઘણી વધારે સરસ અને સચોટ રીતે એની દયનીયતા અને ઉપહસનીયતી ઊપસે છે. એ જ રીતે કૃષ્ણની ભક્તવત્સલતા અહીં નિરૂપાયેલી છે, છતાં કૃષ્ણચરિત્રમાં એવા લૌકિક અંશો ભળ્યા છે જેને કારણે શુદ્ધ નિર્મળ ભક્તિનું ચિત્ર ઊભું થતું નથી. આની સાથે ‘મામેરુ’ને સરખાવીએ તો જણાય છે કે ત્યાં નરસિંહના સમગ્ર વ્યક્તિત્વમાંથી કેવળ ઈશ્વરનિષ્ઠા નીતરે છે અને ભગવાનની ભક્તાધીનતા એને વિષે સાર્થક થતી લાગે છે. બન્ને મળીને ભક્તિનું એક ઉજ્જ્વળ ચિત્ર રચે છે. ‘સુદામાચરિત્ર’નું તાત્પર્ય, ભક્તિબોધનું છે અને એ ભક્તિબોધ કાવ્યના વસ્તુમાંથી ફલિત પણ થાય છે. પણ, કહેવું જોઈએ કે, ભક્તિનું કોઈ ઉજ્જ્વળ ચિત્ર એમાંથી આપણને મળતું નથી.

હા, આરંભમાં સુદામાની પ્રતિજ્ઞા મળે છે : “સદા તમારા ચરણ વિષે રહેજો મનસા મારી.” અને અંતમાં કવિએ સુદામા વિષે કરેલું કથન મળે છે; “માળા ન મૂકે, ભક્તિ ન ચૂકે, મહાવૈષ્ણવ ઋષિ ભગવાન,” પણ સુદામાના વ્યવહારમાંથી નરસિંહની પેઠે, ઈશ્વરાભિમુખતા નીતરતી નથી. અરે, છેલ્લે સુદામાની સમૃદ્ધિનું વર્ણન કવિ કરે છે, પણ આ સમૃદ્ધિ આપનાર શ્રીકૃષ્ણની વત્સલતાનો વિચાર કરતો એને બતાવ્યો છે ખરો? ’ભાગવત’માં સુદામો આ વત્સલતાના અનુભવથી કેવો ધન્ય બનતો લાગે છે! અને પોતાની એ ધન્યતાના ભાવને એ કેવી સરસ રીતે પ્રગટ કરે છે! ઓછામાં ઓછું, પ્રેમાનંદ વિશુદ્ધ ભક્તિભાવના નિરૂપણની આ તક ઝડપી શક્યો હોત.

શાંતનું કથન, વ્યવહાર નહિ

'''શાંતનું કથન, વ્યવહાર નહિ'''
‘સુદામાચરિત્ર’માં ભક્તિરસની ઓછપ છે તો શાંતરસ છે એમ કહી શકાશે? સુદામાની વૈરાગ્યવૃત્તિ શાંતરસને અવકાશ આપે. પણ આપણે આગળ જોયું તેમ એનો વૈરાગ્ય નિસ્તેજ છે, એનામાં એક સાચા વૈરાગીની આત્મનિર્ભરતા નથી, એનું મન સાવ નિઃસ્પૃહ રહી શકતું નથી. છેવટની બે પંક્તિઓ{{Poem2Close}}

{{Block center|<poem>જદપિ વૈભવ ઇન્દ્રનો, પણ ઋષિ રહે ઉદાસ,

Line 103: Line 104:
{{Poem2Open}}
{{Poem2Open}}
–ને શાંતરસના આલેખન તરીકે ગણાવવાનું આપણને મન થાય, પણ એ કવિનું કથન છે. સુદામાનો વ્યવહાર શાંતરસ નિષ્પન્ન કરતો હોય એવું ક્યાંયે બનતું નથી.

'''અદ્‌ભુતરસનું અસરકારક ચિત્ર'''
'''અદ્‌ભુતરસનું અસરકારક ચિત્ર'''
ભક્તિરસની સાથે અદ્‌ભુતરસ ઘણી વાર વણાતો હોય છે, કેમ કે ભગવાનની લીલા, ભગવાનની કૃપા, વિસ્મયકારી હોય છે. ‘સુદામાચરિત્ર’ના વસ્તુમાં તો અદ્‌ભુતને ખાસ અવકાશ છે. પ્રેમાનંદ એને અસરકારક રીતે વર્ણવે પણ છે. કૃષ્ણ તાંદુલ ખાતા જાય છે અને સુદામાનાં દુઃખ કેવા. કાપતા જાય છે અને એને કેવો અપાર વૈભવ આપતા જાય છે! —

Line 117: Line 118:
આ અદ્‌ભુતને જ ભગવાનની ભક્તવત્સલતાના વિચાર દ્વારા ભક્તિના ચિત્રમાં પલટાવી શકાય. પણ પ્રેમાનંદ અદ્‌ભુત આગળ અટકી ગયો છે. ભગવાનની અપાર વત્સલતાનો વિચાર કરી ભક્તિભાવ કેળવવાનું એણે આપણા પર છોડ્યું છે. હા, સુદામાના ભક્તજીવનનો નિર્દેશ કરી એણે આનું સૂચન કર્યું છે ખરું.

એકંદરે, અદ્‌ભુત ‘સુદામાચરિત્ર’માં ઠીક રીતે આલેખાયેલો હોવા છતાં એ ગૌણ રસ છે.

'''કરુણ – ઘાડો અને સૂક્ષ્મ'''
'''કરુણ – ઘાડો અને સૂક્ષ્મ'''
‘સુદામાચરિત્ર’માં ભક્તિરસ જો ઉત્કટ નથી, શાંતનું માત્ર કથન જ થયું છે, અને અદ્‌ભુત ગૌણ છે, તો પ્રધાનપણે પ્રવર્તતા અને સમર્થ રીતે આલેખાયેલા રસો કયા છે? કરુણ અને હાસ્ય. એ બે પ્રેમાનંદને વધુ ભાવતા અને ફાવતા રસો છે.

Line 131: Line 132:
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રેમાનંદ દરિદ્ર સ્થિતિનો ઘેરો કરુણ અને માનવમનનો સૂક્ષ્મ કરુણ – બન્ને સમર્થ રીતે આલેખી શકે છે.

'''સમૃદ્ધ હાસ્ય'''
'''સમૃદ્ધ હાસ્ય'''
પ્રેમાનંદનાં આખ્યાનોમાં અને અહીં ‘સુદામાચરિત્ર’માં પણ સમૃદ્ધપણે આલેખાયેલો કોઈ રસ હોય તો તે હાસ્ય જ છે. હાસ્યની અનેક છટાઓ અહીં આપણને જોવા મળે છે – વિકૃતિજન્ય સ્થૂળ હાસ્ય, માનવસ્વભાવજન્ય સૂક્ષ્મ હાસ્ય, હળવો વિનોદ, તીક્ષ્ણ કટાક્ષો અને મર્માળા વ્યંગ.

Line 152: Line 153:
પ્રેમાનંદની દ્વિ-અર્થી ઉક્તિઓમાં ઊંડા કટાક્ષ રહેલા હોય છે અને એ સૂક્ષ્મ ગંભીર માર્મિક હાસ્ય પ્રેરે છે. “જો પવિત્ર સુખડી પ્રેમે આપો, તો ભવની ભાવઠ જાય.” એમ કૃષ્ણ કહે છે ત્યારે સુદામાએ એને એનું વિવેકવચન માન્યું હશે. પણ કૃષ્ણ તો સુદામાના ભવની ભાવઠ દૂર કરવા માગતા હતા એ આપણે જાણીએ છીએ. રુક્મિણી કૃષ્ણને તાંદુલ ખાતાં રોકી “અમે અન્યાય શો કીધો, નાથ?” એમ પૂછે છે ત્યારે આસપાસનાં સૌને તો એમાં તાંદુલ ખાવાની ઇચ્છા જ દેખાઈ હશે, પણ આપણે જાણીએ છીએ કે આ તો કૃષ્ણ પોતાની રાણીઓને સુદામાની સેવા કરવા મોકલવાનો સંકલ્પ કરતા હતા તેની સામેની ઉક્તિ છે! આ કટાક્ષાત્મક દ્વિ-અર્થી ઉક્તિઓ આપણે સૂક્ષ્મ હાસ્યથી માણીએ છીએ અને એમાં વ્યક્ત થતી પ્રેમાનંદની ઊંચામાં ઊંચી સિદ્ધિ અનુભવીએ છીએ.

પ્રેમાનંદ અનેકવિધ રીતે હાસ્ય જન્માવે છે અને એના હાસ્યનાં અનેક રૂપો આપણને આસ્વાદવા મળે છે. આથી જ આપણે કહીએ છીએ કે પ્રેમાનંદનું હાસ્ય સર્વ કવિઓમાં અને પ્રેમાનંદના સર્વ રસોમાં પણ સૌથી વધુ સમૃદ્ધ છે.

'''રસસિદ્ધિનાં રહસ્ય'''
'''રસસિદ્ધિનાં રહસ્ય'''
ભિન્નભિન્ન રસોમાં ઓછીવત્તી ગતિ છતાં પ્રેમાનંદ એક રસસિદ્ધ કવિ છે એમ આપણને લાગ્યા વિના રહેતું નથી.

Line 159: Line 160:
આમાંથી જ પ્રેમાનંદની રસસિદ્ધિનું ત્રીજું રહસ્ય સ્ફુટ થાય છે. પ્રેમાનંદમાં એકસાથે અનેક રસો નિભાવવાની વિરલ શક્તિ છે. એક પછી બીજો રસ યોજવો એ તો કંઈક સહેલું છે, પણ એક જ નિરૂપણને ભિન્નભિન્ન રસો નિષ્પન્ન કરતું બનાવવું એ મુશ્કેલ છે. તેમાંયે બીજા બધા રસોને તો સાથે મૂકી શકાય, પણ હાસ્ય અને કરુણ જેવા પરસ્પરવિરોધી રસો એકસાથે કેવી રીતે આવી શકે? પણ પ્રેમાનંદ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે એમાં હસવું કે રડવું એની જ આપણને સમજ ન પડે; અથવા એમ કહો કે, આપણે એક આંખે હસીએ અને એક આંખે રડીએ. સુદામાની દરિદ્ર સ્થિતિને અને એના વ્યક્તિત્વને પ્રેમાનંદે એકસાથે દયનીય અને હસનીય બને એવી રીતે આલેખ્યાં છે. આને કારણે, નીચે વહેતો આછા કરુણનો પ્રવાહ અને ઉપર ફરકતી હાસ્યની લહર એવું વિશિષ્ટ રસસંવિધાન આ કાવ્યમાં થયું છે.

આવાં રહસ્યો જેને હાથ લાગ્યાં છે એવા પ્રેમાનંદની રસસિદ્ધિને કોણ પહોંચી શકે?

'''શબ્દચિત્રો – માર્મિક, લાક્ષણિક અને સુંદર'''

‘સુદામાચરિત્ર’ના પાત્રાલેખનની વાત કરતાં પ્રેમાનંદની પ્રત્યક્ષતાની કળાની આપણે થોડી વાત કરી હતી અને પાત્રોના મનોભાવોને એની ચેષ્ટા કે હાવભાવની એકાદ રેખા દ્વારા એ કેવા મૂર્ત કરી આપે છે તે જોયું હતું. રસનિરૂપણની વાત કરતાં પણ આપણે નોંધ્યું હતું કે પ્રેમાનંદ રસની મૂર્ત આકૃતિઓ સર્જે છે. આ જ પ્રેમાનંદની વર્ણનની કળા

Line 174: Line 175:
એમ તો, કૃષ્ણના અંતઃપુરનું અને સુદામાના વૈભવશાળી મંદિરનું પણ પ્રેમાનંદે વર્ણન કર્યું છે. એ વર્ણનોની વીગતોમાં કંઈ નવીનતા નથી. પણ પ્રેમાનંદની શબ્દસિદ્ધિ ત્યાંયે આસ્વાદ્ય નીવડે છે. પ્રેમાનંદ સામાન્ય વર્ણનોને પણ શબ્દસૌન્દર્યથી આહ્‌લાદક બનાવી મૂકે છે. પ્રેમાનંદનાં વર્ણનો એટલે કેટલીક વાર માર્મિક, ઘણી વાર લાક્ષણિક, અને હંમેશાં સુંદર શબ્દચિત્રો.

કેવા ભિન્નભિન્ન પ્રકારના વિષયોનું આબેહૂબ વર્ણન પ્રેમાનંદ કરી શકે છે એ પણ નોંધવા જેવું છે. સુદામાના ગરીબ ઘરસંસારને અને કૃષ્ણના વૈભવવંત જીવનવ્યવહારને પ્રેમાનંદ એકસરખી સફળતાથી આલેખી શકે છે. સુદામાની દીનતાભરી ઢસડાતી ચાલને અને કૃષ્ણની ઉમળકાભરી ઉતાવળી દોડને કેવી અનુરૂપતાથી અને સચોટ રીતે પ્રેમાનંદ વર્ણવે છે! વર્ણનમાં પ્રેમાનંદની અનિરુદ્ધ ગતિ છે.

'''શબ્દ અને અર્થની લીલા'''
'''શબ્દ અને અર્થની લીલા'''
અંતે તો કવિને માટે શબ્દસિદ્ધિ – વાણીની શક્તિ – જ સૌથી મહત્ત્વની વસ્તુ છે. કહો કે પાયાની, પાયાની જ શા માટે? ટોચની પણ વસ્તુ છે, જે કંઈ સિદ્ધ કરવાનું છે – કથન, વર્ણન, રસનિરૂપણ – એ વાણી દ્વારા જ સિદ્ધ કરવાનું છે, વાણીરૂપે જ સિદ્ધ કરવાનું છે. અને આપણી પાસે તો એ વાણી જ કવિની કલ્પનાનું મૂર્ત રૂપ બનીને આવવાની છે. પ્રેમાનંદ એક કવિ છે, સાચો કવિ છે, કેમ કે એને શબ્દ સાથે, શબ્દના અવાજ સાથે, શબ્દના લય સાથે સ્નેહ છે; એ સારો કવિ છે, મોટો કવિ છે, કેમ કે એ શબ્દસમૃદ્ધ છે, શબ્દનો ઔચિત્યથી ઉપયોગ કરી શકે છે, શબ્દની શક્તિને પિછાની શકે છે.

Line 206: Line 207:
પ્રારબ્ધવાદ – કર્મવાદ એક પ્રાચીન હિંદુ માન્યતા છે પણ એ પ્રેમાનંદકાળમાં પ્રબળ બનેલી જણાય છે. સુદામાને મુખે પ્રેમાનંદે આ વાદને દાખલા-દલીલોથી મૂક્યો છે. નિષ્ક્રિય સુદામો પોતે જ પ્રારબ્ધવાદની એક સાક્ષાત્‌ મૂર્તિ જેવો નથી લાગતો? સુદામાએ સાત જન્મ સુધી એકે દાન કર્યું નથી માટે એને સંપત્તિ આપતાં પહેલાં કૃષ્ણને જાચકરૂપ થવું પડે છે એ પણ કર્મવાદને જ સૂચવે છે.

પ્રેમાનંદનાં પાત્રો એ સમયના સામાજિક વર્ગોનું પ્રતિનિધિત્વ કરે છે એ આપણે જોઈ ગયા છીએ. પ્રેમાનંદની વાણીમાં ગુજરાતી ભાષાના લાક્ષણિક પ્રયોગો અને વાકભંગિઓ કેવાં ઊતરે છે એની વાત આપણે હમણાં જ કરી ગયા. અને પ્રેમાનંદના સમયની સંસ્થાઓ, માન્યતાઓ, સમાજસ્થિતિ આદિ એની કૃતિમાં કેવાં ડોકાય છે એ આપણે અહીં વીગતે તપાસ્યું. આ બધું બતાવે છે કે પ્રેમાનંદની કૃતિ એક પૌરાણિક ઉપાખ્યાન મટીને મધ્યકાળનું ગુજરાતી આખ્યાન બની જાય છે. પ્રેમાનંદમાં આવું વધુ બને છે, કેમ કે પ્રેમાનંદે પોતાની આસપાસના સમાજને વધુ ઓળખ્યો છે અને એનામાં વધુ રસ લીધો છે. આ અભિજ્ઞાન અને આ રસને એ પોતાની કૃતિમાં ઉતારે છે. નાનાલાલ પ્રેમાનંદને સૌથી વધુ ગુજરાતી કવિ કહે છે, તે આ દૃષ્ટિએ સાર્થક છે.

એક આખ્યાનકૃતિ તરીકે આસ્વાદ

'''એક આખ્યાનકૃતિ તરીકે આસ્વાદ'''
‘સુદામાચરિત્ર’નાં સૌ અંગો આપણે છૂટાંછૂટાં તપાસ્યાં એથી એ કૃતિ આપણાં ચિત્ત પર સમગ્રપણે જે પ્રભાવ પાડે છે એનો ખ્યાલ ન આવે. હવે આપણે ‘સુદામાચરિત્ર’ને સળંગપણે વિચારીએ અને પ્રેમાનંદ આપણી રસવૃત્તિને કેવી રીતે સ્પર્શતો જાય છે અને પોતાની કથામાં કેવી રીતે ખેંચતો જાય છે તે જોઈએ.

મંગળાચરણ અને કથાપ્રસ્તાવમાં પ્રેમાનંદ આપણને બહુ રોકતો નથી. એ સીધો આપણને સાંદીપનિ ઋષિના આશ્રમમાં લઈ જાય છે. કૃષ્ણ-સુદામા-બલરામના સહાધ્યયનની થોડી વીગતોથી કાવ્યને માટે અત્યંત મહત્ત્વના કૃષ્ણ-સુદામા-સંબંધનો ઉઘાડ આપણી સમક્ષ કરે છે અને વિદાયનું ભાવભર્યું ચિત્ર આપી એ સંબંધનો આસ્વાદ આપણને કરાવે છે. આ વાતને અહીં અટકાવી પ્રેમાનંદ જાણે નાટકનું બીજું દૃશ્ય આપણી આગળ રજૂ કરે છે. એ દૃશ્ય છે સુદામાના ગૃહસ્થાશ્રમનું. કેટલીક વીગતો એ આપે છે જેમાંથી સુદામા અને સુદામાપત્નીની લાક્ષણિક આકૃતિઓ આપણી આગળ ઝાંખીઝાંખી ઊભી થવા લાગે છે. અને કુટુંબનું ભરણપોષણ કરતાં થાકેલી સુદામાપત્ની પતિ સમક્ષ ઘરનાં દુઃખદારિદ્ર્યનું જે વર્ણન કરે છે તેમાંથી તો એ સ્ત્રીના હૃદયભાવોને આપણે બરોબર ઓળખવા લાગીએ છીએ. એ વર્ણન આપણાં મનશ્ચક્ષુ સમક્ષ કેટલાંક સુરેખ ચિત્રો પણ રજૂ કરે છે અને આપણા હૃદયને કરુણરસથી આર્દ્ર કરે છે. કરુણથી ભીંજવતી વખતે વચ્ચેવચ્ચે પ્રેમાનંદ આપણને ક્યાંક હસાવી પણ દે છે. ઘરનાં દુઃખદારિદ્રયનું આ વર્ણન કરીને સુદામાની પત્ની કૃષ્ણમૈત્રીનું માહાત્મ્ય દૃષ્ટાંતોથી સબળ રીતે બતાવે છે. આ મૈત્રી કેટલી આત્મીય હતી તે તો આપણે જાણીએ છીએ એટલે આ દલીલનું ઔચિત્ય આપણને ખાસ પ્રતીત થાય છે.

Line 216: Line 218:
કાવ્યની આ અત્યંત મહત્ત્વની ક્ષણોએ પ્રેમાનંદ આપણી રસવૃત્તિને કેવી ભિન્નભિન્ન રીતે સંતોષ આપે છે એનું પૃથક્કરણ કરવાનું મુશ્કેલ છે. એ ઘડીક આપણને હસાવે છે, ઘડીક ગંભીર બનવાની ફરજ પાડે છે, ઘડીક આર્દ્ર કરે છે, અને ઘડીક વિસ્મય પણ પમાડે છે, અને અંતે સુદામાની વિદાયવેળા પાસે લાવી મૂકે છે. ત્યાં શું જોવા મળે છે? સુદામો વિદાય માગે છે અને કૃષ્ણ પ્રાર્થે છે – ‘વળી કૃપા કરજો કો સમે’, પણ પ્રેમાનંદ કહે છે–ઠાલે હાથે નમીને. પોળ સુધી વળાવવા જાય છે પણ ‘કોડી એક ન મૂકી કરમાંહ્ય.’ રાણીઓ પણ આ હકીકતની નોંધ લે છે અને દુઃખ વ્યક્ત કરે છે. પછી કૃષ્ણ સુદામાને ભેટે છે અને સુદામો માને છે, સ્ત્રીથી છાનું રસ્તામાં કૃષ્ણ કંઈક આપશે, ‘પગે લાગી નારી સૌ ગઈ, તોયે પણ કાંઈ આપ્યું નહિ.’ એક કોસ સુધી કૃષ્ણ વળાવવા જાય છે, સુદામો એમને પાછા વળવા કહે છે ત્યારે ભેટીને રડે છે, ‘ફરી મળજો’ કહી પાછા ફરે છે, પરંતુ ‘કરમાં કંઈ મૂક્યું નહિ’. સુદામાને આપણે નિઃશ્વાસ મૂકતો સાંભળીએ છીએ. ‘કૃષ્ણ કંઈ નથી આપતા’ એ હકીકતનું પુનરાવર્તન આડકતરી રીતે સુદામાના આતુર મનને આપણી આગળ કેવું પ્રગટ કરે છે! ખેંચાતા અને અંતે તૂટી જતા આશાતંતુની વેદના આ જાતના પ્રસંગાલેખનમાંથી સાહજિક રીતે વ્યંજિત થઈ રહે છે. પ્રેમાનંદ સામાન્ય પ્રસંગને વિસ્તારીને એને કોઈક મર્મને અસરકારક રીતે વ્યક્ત કરતો બનાવીને આપણા હૃદયને જીતી લે છે. વાત કહેવાની પ્રેમાનંદની આ આગવી કળા છે.

કાવ્યના બાકીના ભાગનું અવલોકન કરવાની જરૂર નથી. સમગ્રપણે જોતાં આપણને લાગે છે કે પ્રેમાનંદની શબ્દકલાથી શોભતાં સુદામા, દ્વારિકા આદિનાં કેટલાંક આસ્વાદ્ય વર્ણનો અને કુશળ માવજત પામેલા સુદામા-સુદામાપત્ની તથા કૃષ્ણ-સુદામાના લાંબા સંવાદોને કારણે તથા મનઃસ્થિતિના ચિત્રણ ઉપર વિશેષ લક્ષ હોવાને લીધે આ કાવ્યના વસ્તુપ્રવાહનો વેગ થોડો ધીમો રહે છે પણ કાવ્યનો બંધ શિથિલ થતો નથી, ધીમી પણ ચોક્કસ અને સ્થિર ગતિનો અનુભવ થાય છે. કથન, વર્ણન, ભાવનિરૂપણ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય આંતરે આવે છે અને પરિસ્થિતિની નાટ્યાત્મકતા પ્રગટ થાય એવી રીતે પ્રેમાનંદ એને ખીલવે છે, કથાપ્રપંચ કરતાં વધારે આસ્વાદ્ય નીવડે છે આ ચિત્રાત્મકતા, નાટ્યાત્મકતા અને ભાવલક્ષિતા. પણ બધું ભેગું મળીને આપણને કોઈ અનન્ય એવો આસ્વાદ આપે છે અને ‘સુદામાચરિત્ર’ પ્રેમાનંદનાં ઉત્તમ આખ્યાનો માંહેનું એક બની રહે છે.

'''‘સુદામાચરિત્ર’નું રહસ્ય'''
'''‘સુદામાચરિત્ર’નું રહસ્ય'''
પ્રેમાનંદે આ આખ્યાન શા માટે કર્યું હશે? માત્ર શ્રોતાના મનને આનંદ પમાડવા? ના, ધર્મબોધનો હેતુ તો આખીયે આખ્યાનપ્રવૃત્તિનું એક મહત્ત્વનું પ્રેરકબળ હતું. અહીં પણ પ્રેમાનંદ ભગવાનનું ભક્તજન વાત્સલ્ય બતાવી આપણને ભક્તિમાર્ગે વાળવા માગે છે. માણસની અલ્પતા અને એના અજ્ઞાનનું તથા ઈશ્વરની મહત્તા અને કૃપાળુતાનું દર્શન કરાવી ઈશ્વરશરણતાના વિચારને એ આપણા ચિત્તમાં દૃઢતાથી રોપે છે. પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’નું આ તાત્પર્ય કે રહસ્ય છે. પણ એ માત્ર પ્રેમાનંદનું નથી, ‘ભાગવત’ની સુદામાકથાનું પણ છે એ ખ્યાલમાં રાખવું જોઈએ.