< હયાતી
હયાતી/૨૩. એ મુસાફર હશે એકલો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૩. એ મુસાફર હશે એકલો | }} <poem> લ્યો, રવાના થયો દૂરની સફર પર શ્વાસનો કાફલો. સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં સમયના સૂર્યના તાપથી સૂકશે; સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ રાહદારી રવાના...") |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
લ્યો, રવાના થયો | લ્યો, રવાના થયો | ||
દૂરની સફર પર શ્વાસનો કાફલો. | દૂરની સફર પર શ્વાસનો કાફલો. |
Latest revision as of 22:19, 9 April 2025
૨૩. એ મુસાફર હશે એકલો
લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.
સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં
સમયના સૂર્યના તાપથી સૂકશે;
સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ
રાહદારી રવાના થશે;
અગ્નિના વાહને દેહ સોંપી દઈ
સૌ સગાં પણ જશે;
માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
એ મુસાફર હશે એકલો.
લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.
૧૯૫૫