હયાતી/૨૭. મારી બલ્લા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| | }} {{center|<poem> એક જશોદાના જાયાને જાણું એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા. હોય ગોરસ તો પરસીને નાણું આ નીરના વલોણાને તાણે મારી બલ્લા. નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા આ તો ગોકુળનું ગ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading| ૨૭. મારી બલ્લા | }} | ||
{{center|<poem> | {{center|<poem> |
Latest revision as of 01:30, 10 April 2025
૨૭. મારી બલ્લા
એક જશોદાના જાયાને જાણું
એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા.
હોય ગોરસ તો પરસીને નાણું
આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.
નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા
આ તો ગોકુળનું ગમતીલું ગામ,
વ્રેડુની પીડાને દીધી દાંતે દબાવી
હવે હોઠને તો હસવાથી કામ;
હોય વાંસળીનો સૂર તો પિછાણું
આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.
રાધાનું નામ એક સાચું, ઓધાજી,
બીજું સાચું વૃંદાવનનું ઠામ,
મૂળગી એ વાત નહીં માનું કે
કોઈ અહીં વારે વારે બદલે ના નામ;
એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.
૧૯૬૩