અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સિંહ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> તારક તગી અંધાર ઘૂંટી રાત્રિનું આકાશ {{space}}એની {{space}}આંખમાં આબદ્ધ તી...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સિંહ|નલિન રાવળ}}
<poem>
<poem>
તારક તગી અંધાર ઘૂંટી રાત્રિનું આકાશ
તારક તગી અંધાર ઘૂંટી રાત્રિનું આકાશ

Revision as of 10:12, 12 July 2021

સિંહ

નલિન રાવળ

તારક તગી અંધાર ઘૂંટી રાત્રિનું આકાશ
         એની
         આંખમાં આબદ્ધ
તીખી સ્થિર બે તેજે ચમકતી કીકીઓમાં ઘૂમતું નક્ષત્રમંડળ
         આભ પ્હોળાં વેગીલાં વર્તુળ
લેતો ઘુર્ઘુરાટી ઘૂંટતો એ આવતો અ વકાશ-વનની બ્હાર
                  ઊભો
         યાળ ઊછળે સાત સાગર પાર
વીંઝી કાય વહ્‌નિઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી
                  કૂદ્યો
તોતિંગ નગરો પ્હાડ જંગલ ત્રાડ પર તોળી
છલંગે ખલ્ક જંગી સોંસરું વીંધી
ત્વરામાં ત્રાડતો ઊંડા ગહન અકાશ-વનમાં લુપ્ત
         તગંતાં રક્તમાં મારા
                  તગંતાં
સિંહ પગલાં... સિંહ પગલાં... સિંહ પગલાં...