હયાતી/૯૩. ચિત્કાર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯૩. ચિત્કાર }} {{Block center|<poem> ગીત ગાવા માંડી હતી મીટ વસંત પર. વસંત આવી અને કહી ગઈ : હવે ગીત ગાવાની મનાઈ છે! ફૂલો સ્તબ્ધ બની વિચારી રહ્યાં : અમે કોઈ ડાળ પર છીએ, કોઈના હાથમાં ચૂંટાઈ ચૂક...")
 
(+1)
 
Line 56: Line 56:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૩૦. સાત શ્લોક
|previous = ૯૨. આધાર
|next = ૩૨. અસર થઈ
|next = ૯૪. રમત જોખમી આપી
}}
}}

Latest revision as of 07:36, 13 April 2025


૯૩. ચિત્કાર

ગીત ગાવા
માંડી હતી મીટ વસંત પર.
વસંત આવી
અને કહી ગઈ :
હવે ગીત ગાવાની મનાઈ છે!

ફૂલો સ્તબ્ધ બની વિચારી રહ્યાં :
અમે કોઈ ડાળ પર છીએ,
કોઈના હાથમાં ચૂંટાઈ ચૂક્યાં છીએ
કે
કોઈ વજનદાર બૂટની એડી તળે
હમણાં જ ચગદાવાની અણી પર છીએ?

હવાની એક લહરી આવી :
તેને રોકી પૂછે છે બીજી લહરી :
આ બાગમાં લહેરાતા પહેલાં
કોઈની આજ્ઞા લેવાની જરૂર તો નથીને?
સૌએ કહ્યું :
પવન પડી ગયો.

પંખીઓ પોતાને કંઠ હતો
એ વાત
બચ્ચાંને કહી રહ્યાં છે
અને સમજાવે છે :
કદીક ખપ પડે,
તો ટહુકો કરી શકાય.
ટહુકો?
કોઈ દંતકથા સાંભળતાં હોય
એમ પંખી–બાળ ચિત્કારીને પૂછે છે :
કેમ કરી શકાય ટહુકો?
ટહુકો નીકળતો નથી કંઠમાંથી,
પારધીના નિશાન લેતા તીર પર
નજર છે, તેથીસ્તો.

ના ક્યાં કહેવી જ હતી?

છતાં ‘હા’ કહેવાની ફરજ પડાય
ત્યારે કાં અવાક થઈ જવાય છે –
કાં ઉચ્ચારાઈ જાય છે –
‘ના’, ‘ના’, ‘ના’
જાતે દુઃખી થવાની છૂટ ન હોય
તો બીજાએ આપેલું સુખ કેમ કરી સ્વીકારાય?

આ શોકસભા તો નથી :
છતાં તાળીઓ કાં પડતી નથી?
બે હાથને મળતા અટકાવતી
અદૃશ્ય જંજિર કોણે બાંધી દીધી છે
આપણા હાથ ઉપર?

૨૧–૧૨–૧૯૭૫