અનુબોધ/સોરેં કિર્કગાર્દ: Difference between revisions

no edit summary
(+१)
 
No edit summary
 
Line 10: Line 10:
તરુણ કિર્કગાર્દને ઉચ્ચ અભ્યાસના પ્રારંભમાં જ હેગલના તત્ત્વજ્ઞાનનો ઘનિષ્ઠ પરિચય મળ્યો. પશ્ચિમના પરંપરાગત તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં હેગલનું અનન્ય સ્થાન હતું. જો કે પ્રાચીન ગ્રીસના પ્રસિદ્ધ ચિંતક સોક્રેટિસ વિશે પોતાના અધ્યયન-સંશોધનના ભાગ રૂપે તેમણે ડિઝર્ટેશન પણ લખ્યું. અને તત્ત્વચિંતકનો મહાન આદર્શ તેમણે સોક્રેટિસમાં પ્રત્યક્ષ કર્યો. પણ, તેમના અસ્તિત્વપરક ચિંતનનો પ્રારંભ વધુ તો હેગલના તત્ત્વજ્ઞાનની તેમની સમીક્ષાદૃષ્ટિમાંથી થયો એમ કહી શકાય. હેગલના ચિંતન પાછળની મુખ્ય ધારણાઓની તપાસ તેમણે આરંભી એ તો ખરું જ, પણ તત્ત્વચિંતનની એ પદ્ધતિ અને એના ઉદ્દેશ સામેય તેમણે વાંધા લીધા. એક રીતે, હેગલવાદની તેમની સમીક્ષા વત્તેઓછે અંશે પશ્ચિમના એ સમયના સમગ્ર તત્ત્વચિંતનની સમીક્ષા બની રહે છે.

એ તો સુવિદિત છે કે હેગલે પોતાના ચિંતનમાં વિશ્વરૂપ સમગ્ર સત્તાને એક સુવ્યવસ્થિત અને સર્વગ્રાહી એવા વિચારતંત્ર (system) માં ઘટાવી આપવાનો સમર્થ પ્રયત્ન કર્યો હતો. સત્તારૂપ જે કંઈ છે તેને શુદ્ધ વિચારના રૂપમાં ઢાળી શકાય, અને એવા વિચારોનું તંત્ર રચી શકાય એમ હેગલ માનતા હતા. સમસ્ત વૈશ્વિક ઘટનાઓમાં સક્રિય રહેલી ૫૨મ ચિતિ (The Absolute Mind) એ રીતે હેગલના વિચારતંત્રમાં ઢળાઈ ચૂકી હતી. કિર્ક્રેગાર્દે હેગલના આ તંત્ર સામે જુદીજુદી દૃષ્ટિએ વાંધાઓ લીધા છે. પહેલી વાત તો એ કે આ તંત્રમાં માનવી કેવળ એક સર્વસામાન્ય ખ્યાલ બની જાય છે. આખાય ઉદ્દેશલક્ષી (teleological) એવા વિશ્વચક્રમાં તે એક પરાધીન વિગતથી કંઈ વધુ નથી. માનવીના અનન્ય અપૂર્વ એવા અસ્તિત્વના ખ્યાલને એમાં ક્યાંય સ્થાન નથી. જીવનના હરેક પ્રસંગે, હરેક પરિસ્થિતિમાં, સભાનપણે પસંદગી કરતો, નિર્ણય કરતો, નૈતિક જવાબદારીથી કાર્ય કરતો માનવી એમાં શોષાઈ ગયો છે. કિર્કેગાર્દને માટે નિજી અસ્તિત્વ સિદ્ધ કરવા નિરંતર જાગૃતપણે નિર્ણય કરતા, પોતાપણું દૃઢાવતા, અને એ રીતે પોતાના માનવીય સંયોગોનો બલકે પોતાની જાતનો મુકાબલો કરતા માનવનું અસ્તિત્વ જ સાચું અસ્તિત્વ છે. તેમની પાછળની વિચારણામાં ઈશ્વરની પરમકૃપા ઝંખતા અને તેના સામીપ્યમાં પોતાના અસ્તિત્વની આંતરિક એકતા અને અખિલાઈ માટે મથતા માનવીનો ૫૨મ મહિમા થયો છે. હેગલના વિચારતંત્રમાં માનવી આખાય ઘટનાચક્રમાં નિષિય ઘટક માત્ર છે. વળી હેગલનો ઈશ્વર પણ એક અમૂર્ત સત્તા બની રહે છે. કિર્કગાર્દ અત્યંત વૈયક્તિક અને આત્મીય એવા ઇશ્વરની ઝંખના કરે છે.

મૂળ વાત એ છે કે કિર્કગાર્દ અસ્તિત્વ વિશે આગવી દૃષ્ટિ લઈ ને ચાલ્યા છે. તેઓ એમ કહે છે કે હેગલે વિચારતંત્રનું જે રીતે નિર્માણ કર્યું, તે કેવળ વિચા૨ ક૨તી ચેતનાનું પરિણામ છે. વસ્તુનો વિચાર, વિચાર કરતો આત્મ (Self), અને હું – એ સર્વ એકબીજાના પર્યાય બને છે. પણ, કિર્કગાર્દ કહે છે કે, માનવવ્યક્તિના સમવિષમ એવા અનેક અનુભવો, અસ્તિત્વના છેક મૂળગત એવા વિસંવાદો, વિશૃંખલતાઓ, અપૂર્ણતાઓ હેગલના તંત્રની બહાર જ રહી જાય છે. બૌદ્ધિક / તાર્કિક ખ્યાલોના જડબેસલાક તંત્રમાં માનવવ્યક્તિનું જે ખરેખર વિશેષ છે, અનન્ય છે, અપૂર્વ છે, તે પકડી શકાતું નથી. માનવના અસ્તિત્વને ખરેખર તો બૌદ્ધિક / તાર્કિક ઉપપત્તિની રીતે સિદ્ધ કરી શકાય નહિ. અસ્તિત્વ સ્વયં સઘનમૂર્ત અને સમૃદ્ધ સત્તારૂપ છે, પોતાને મળેલા સ્વાતંત્ર્ય દ્વારા તે સ્વનું સાચું સ્વરૂપ પામવા ઝંખે છે, પોતાના ખરેખરા ‘આત્મ’ (Selt) સાથે પુનઃસંધાન માટે સિાય બનવા ચાહે છે, તેને તાર્કિક ખ્યાલોના સ્વચ્છ સુરેખ તંત્રમાં બાંધી શકાય નહિ. સાચું અસ્તિત્વ તો અધિકૃત આત્મ (self) ની દિશામાં પૂરી જવાબદારી અને પૂરી પ્રામાણિકતાથી આરંભાતા જીવનના સંકલ્પ સાથે સિદ્ધ થાય છે. હેગલના ચિંતનમાં આવા નૈતિક જવાબદારી સાથે સક્રિય બનતા અને નિજી અસ્તિત્વ પામવા ઝંખતા વ્યક્તિવિશેષનો સ્વીકાર નથી. હેગલે જોકે પોતાની રીતે નીતિમીમાંસા કરી છે, પણ સાર્વત્રિક કોટિની અમૂર્ત ચર્ચાનું કિર્કગાર્દને મન કોઈ મહત્ત્વ નથી. હકીકતમાં, જીવનની કોઈ પણ નિર્ણાયક પળે માનવીને ખરેખર જે નૈતિક નિર્ણય લેવો પડે છે તેમાં અમૂર્ત નીતિવિચાર ક્યાંય કોઈ રીતે ઉપયોગી બનતો નથી. વ્યક્તિ પોતે પોતાના સંયોગો વચ્ચે પોતાના સમગ્ર આત્મને સંડોવીને નિર્ણય કરે છે, ત્યારે જ તેનું અધિકૃત અસ્તિત્વ સિદ્ધ થાય છે. કિર્કગાર્દ આવા અધિકૃત આત્મની પ્રતિષ્ઠા કરે છે, તે અનુગામી અસ્તિત્વવાદીઓ માટે મોટી આધારશિલા સમી બની છે. કિર્કગાર્ડે તો માનવીના નૈતિક-આધ્યાત્મિક જીવનનું વધુ મહત્ત્વ કર્યું છે.

અસ્તિત્વ વિશેના કિર્કગાર્દના ખ્યાલને યથાર્થ રૂપે જોવા-સમજવામાં તેમણે અંકિત કરેલા ત્રણ કક્ષ (spheres) નો પરિચય આવશ્યક છે. એ કક્ષ આ પ્રમાણે છેઃ (૧) રસાત્મક કક્ષ (aeshtetic sphere); (૨) નૈતિક કક્ષ (moral sphere); (૩) ધાર્મિક કક્ષ (religious sphere). જો કે આ કોને એકદમ ચુસ્ત સીમારેખાઓમાં બાંધી શકાય નહિ, પણ ધાર્મિક કક્ષ અસ્તિત્વનું સાચું કેન્દ્રસ્થાન છે. નૈતિક કક્ષ એની આસપાસના પરિખંડ રૂપે કલ્પી શકાય. કિર્કગાર્દ એમ કહે છે કે સંસારનાં ઘણાં એક માણસો ૨સાત્મક કક્ષમાં જીવે છે. મુખ્યત્વે ભૌતિક સુખો ક્ષણ-બેક્ષણના આનંદો કે ભોગવિલાસમાં તેઓ રચ્યાપચ્યા રહે છે. શાશ્વતસુખની ઝંખના તેમનામાં જન્મી હોતી નથી કે સુખ વૈભવની ઘેલછામાં તેની સાચી ઝાંખી થઈ નથી. એ માણસો પોતાના નિજી અસ્તિત્વની ઓળખ માટે કશી વૃત્તિ ધરાવતા નથી. કેવળ વર્તમાનની ક્ષણોમાં તેઓ ખોવાઈ જવા ચાહે છે. જોકે તેમની આ જાતની પ્રવૃત્તિને અંતે કંટાળો, ત્રાસ, ગ્લાનિ, વિષાદ જેવા ભાવો જ તેઓ અનુભવે છે. નૈતિક કક્ષમાં તેમનો પ્રવેશ થાય છે, જ્યારે તેઓ શાશ્વતની ઝંખનામાં પોતાને એકત્ર કરવા પ્રયત્ન કરે છે. વ્યવહા૨ જગતમાં રાચવાને બદલે માનવી હવે પોતાની આસપાસના સંયોગોનો અને પોતાની જાતનો અંદરથી મુકાબલો શરૂ કરે છે. શ્રેયાશ્રેય, સદ્‌અસદ્‌ના નિર્ણયો કરવાનો આ તબક્કો છે. પોતાના અસ્તિત્વમાં ઊંડા ઊતરીને તેણે પોતાના સાચા રૂપની ખોજ કરવાની પોતાના વર્તમાન આત્મ (self)ના આંતરઉઘાડ માટે પૂર્વસમયના આત્મ સાથે અમુક અનુસંધાન કેળવીને ચાલવાનું છે. પણ આ તબક્કે ભાવિના પ્રસ્થાનની કોઈ ચોક્કસ દિશા સ્પષ્ટ હોતી નથી, અને વ્યક્તિને એ કારણે ઊંડી ભીતિ (dread) અને વ્યગ્રતા જન્મી પડે છે. ધાર્મિક કક્ષ એ શાશ્વતીની ઝાંખીની સાથે શ્રદ્ધાપૂર્વક આરંભેલો કૂદકો (leap) છે. ઇશ્વરની સત્તાનું પૂરેપૂરું જ્ઞાન મળી શકે નહિ, પણ તેની ઝાંખી થતાં તેના સામીપ્યમાં વ્યક્તિ પોતાના અનન્ય અપૂર્વ એવા આત્મ (self) નું અભિજ્ઞાન પામી શકે. નૈતિક કક્ષ સુધી તો વ્યક્તિ નીતિસદાચારનાં પરંપરાપ્રાપ્ત મૂલ્યોને આશ્રયે ચાલે, પણ ધાર્મિક કક્ષમાં પહોંચતાં વ્યક્તિ એવાં રૂઢ મૂલ્યોના માળખાને છોડી એક અજ્ઞાત વિશ્વમાં દાખલ થાય છે. હવે પૂરા જોખમ સાથે, પૂરા સાહસ સાથે, અને જવાબદારીના પૂરા ભાન સાથે પગલું ભરવાનું છે. શાશ્વતની ઝંખના પ્રબળ બનતાં આ તબક્કે શ્રદ્ધાથી કૂદકો મારવાનો પ્રસંગ આવે છે. ઈશ્વરની પરમ કૃપા સામે પ્રતીત થાય, પણ તેની ઓળખમાં વ્યક્તિ સંદેહ રાખે. પણ, કિર્કગાર્દ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે ઈશ્વરની સંમુખ, તેના સામીપ્યમાં, વ્યક્તિને નિજી વ્યક્તિત્વ સિદ્ધ થાય છે. જો કે ઈશ્વરની કૃપાથી તેનો માર્ગ એકદમ ખુલ્લો થઈ જતો નથી. અસ્તિત્વની સિદ્ધિની પ્રત્યેક ક્ષણે અનેકવિધ સંભાવનાઓ, પસંદગી અને નિર્ણય કરવાના પ્રસંગો તો આવે જ છે. પોતે શ્રેયનો માર્ગ પસંદ કર્યો છે એ પ્રકારના નિર્ણયમાં છેવટ સુધી તેને સભાનપણે ચિંતવવું પડે છે. પણ કશુંક તેને પોતાના વર્તમાન આત્મને ઓળંગી ઈન્દ્રિયાતીત (the Transcent) તરફ પ્રેરી રહે છે. કિર્કગાર્દમાં એ ઈન્દ્રિયાતીત તે ઈશ્વરની સંજ્ઞા છે, શાશ્વતી સત્તા છે. સાર્ગના અસ્તિત્વ૫૨ક ચિંતનમાં એવી કોઈ પરમ સત્તાનો સ્વીકાર નથી, એટલે, પોતાના વર્તમાન અસ્તિત્વને ઓળંગી જવા ઝંખતાં માનવી બીજી જ ક્ષણે શૂન્યાવકાશમાં ધકેલાઈ જાય છે.

કિર્કગાર્દના અસ્તિત્વપરક ચિંતનમાં ઈશ્વરી સત્તાનો સ્વીકાર છે. છતાં માનવવ્યક્તિની અનન્યતા અને અપૂર્વતા પર પણ તેમણે એટલો જ ભાર મૂક્યો છે. અસ્તિત્વ સ્વયં મૂળભૂત બાબત છેઃ વિચારો પછીથી ઉદ્‌ભવે છે. સમયના ક્રમમાં ચોક્કસ પસંદગીઓ અને નિર્ણયો દ્વારા તે ઊઘડતું આવે છે. ખરેખર તો સમય અને સ્થળમાં તેનો પ્રસાર છે. તેના આ નૈતિક નિર્ણયો, જવાબદારીનું ભાન, ક્રિયાશીલતા, અને શાશ્વતીની ખોજ તેને આ જે કંઈ સાચું વ્યક્તિત્વ અર્પે છે, બલકે માણસ તરીકેની તેની ગૌરવલક્ષી પ્રતિમા રચે છે, તે તેના અસ્તિત્વમાં રોપાયેલાં મૂળભૂત વલણો છે. કોઈ સિદ્ધાંત, કોઈ વિચારતંત્ર કોઈ સૂત્ર કે કારિકામાં તેને બાંધી શકાય નહિ. આ સ્વાતંત્ર્ય અને જવાબદારી તેના આત્મનું હાર્દ છે.