કથાલોક/ઊણી છતાં આકર્ષક: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
અંદાજે બસો પાનાંની આ ચોપડીમાં પ્રકાશકે અને મુદ્રકે મોકળાં મુદ્રણ વડે બન્ને વાર્તાઓને લગભગ સો સો પાનાંમાં છાપી હોવા છતાં, પ્રથમ રચના ‘એક છોકરી–એક સ્ત્રી’ તો વિસ્તારેલી ટૂંકી વાર્તા જેવી જ રહી જવા પામી છે. એ, લઘુનવલની ગુંજાયશ કે લઘુનવલનું કાઠું પ્રાપ્ત નથી કરી શકતી. એક કિશોરી, અથવા લેખકે શીર્ષકમાં એની ઉચિત એળખ આપી છે એ ‘એક છોકરી’ યૌવનમાં પ્રવેશતાં જિન્સી સભાનપણું કેવી રીતે, કેવી કરુણ રીતે પ્રાપ્ત કરે છે એનું એક સીધું સાદું બયાન જ બની રહે છે. એની પ્રસ્તારયુક્ત પ્રસંગયોજના આકર્ષક હોવા છતાં એમાં બહુ ઝાઝી અપૂર્વતા કે કલાત્મકતા નથી. એક કિશોરી કે મુગ્ધા જિન્સી અને યૌનિક બાબતો અંગે કેવું કુતૂહલ ધરાવે છે, અને આખરે, એ કેવી આકસ્મિક પોતાના જીવનનો પ્રથમ જિન્સી અનુભવ મેળવે છે એની આ કથા વાસ્તવમાં તો વિસ્તારેલી ટૂંકી વાર્તા જ બની રહે છે. એનો પિંડ લઘુનવલનો નથી. લેખકે આકર્ષક પ્રસંગપરંપરા યોજીને અને કથાનકને મનોવિશ્લેષણનો ઓપ આપીને ઘણો મોટો ઘટાટોપ કર્યો હોવા છતાં મૂળભૂત રીતે એનું પોત તો ટૂંકી વાર્તાનું જ રહેવા પામે છે. | અંદાજે બસો પાનાંની આ ચોપડીમાં પ્રકાશકે અને મુદ્રકે મોકળાં મુદ્રણ વડે બન્ને વાર્તાઓને લગભગ સો સો પાનાંમાં છાપી હોવા છતાં, પ્રથમ રચના ‘એક છોકરી–એક સ્ત્રી’ તો વિસ્તારેલી ટૂંકી વાર્તા જેવી જ રહી જવા પામી છે. એ, લઘુનવલની ગુંજાયશ કે લઘુનવલનું કાઠું પ્રાપ્ત નથી કરી શકતી. એક કિશોરી, અથવા લેખકે શીર્ષકમાં એની ઉચિત એળખ આપી છે એ ‘એક છોકરી’ યૌવનમાં પ્રવેશતાં જિન્સી સભાનપણું કેવી રીતે, કેવી કરુણ રીતે પ્રાપ્ત કરે છે એનું એક સીધું સાદું બયાન જ બની રહે છે. એની પ્રસ્તારયુક્ત પ્રસંગયોજના આકર્ષક હોવા છતાં એમાં બહુ ઝાઝી અપૂર્વતા કે કલાત્મકતા નથી. એક કિશોરી કે મુગ્ધા જિન્સી અને યૌનિક બાબતો અંગે કેવું કુતૂહલ ધરાવે છે, અને આખરે, એ કેવી આકસ્મિક પોતાના જીવનનો પ્રથમ જિન્સી અનુભવ મેળવે છે એની આ કથા વાસ્તવમાં તો વિસ્તારેલી ટૂંકી વાર્તા જ બની રહે છે. એનો પિંડ લઘુનવલનો નથી. લેખકે આકર્ષક પ્રસંગપરંપરા યોજીને અને કથાનકને મનોવિશ્લેષણનો ઓપ આપીને ઘણો મોટો ઘટાટોપ કર્યો હોવા છતાં મૂળભૂત રીતે એનું પોત તો ટૂંકી વાર્તાનું જ રહેવા પામે છે. | ||
ગ્રંથમાંની બીજી રચના અને પુસ્તકનું શીર્ષક બનનાર ‘વંચિતા’ લઘુનવલના કથાપ્રકારની વધારે નજીક જઈ શકી છે. પ્રથમ રચનામાં એક મુગ્ધાના જિન્સી કુતૂહલ અને અજ્ઞાનની, કોશેટામાંના અંધકારની વાત છે, તો બીજીમાં શીલા નામની યુવતી ભરત જોડે પરણતાં પહેલાં પ્રથમ પ્રેમી અશોક મારફત સગર્ભા બની છે, એના સુખદ કરુણ નિર્વહણની એક આકર્ષક અને સુવાચ્ય લાંબી વાર્તા બની શકી છે. શીલાના દેહમાં અશોકનું બાળક છે, એ જાણવા છતાં એનો પતિ ભરત એને સિફતપૂર્વક સાચવી લે છે, અને એથીય વધારે સિફતપૂર્વક એ ‘ગર્ભ નહિ પણ ગાંઠ છે’ એવું ઠસાવીને સફળતાથી એનો નિકાલ કરી નાખે છે, એ બયાનમાં શુદ્ધ પ્રેમના વિજય કરતાં એક ચાતુરીનો વિજય વિશેષ હોવા છતાં એ કથા આકર્ષક લાગે છે. સોએક પાનામાં જ સમાપ્ત થતી એ વાતમાં બિનજરૂરી લપનછપનનો અભાવ પણ એક આવકાર્ય લાઘવ બની રહે છે, અને લેખકનું મિતાક્ષરી ગદ્ય વિશેષ આસ્વાદ્ય લાગે છે. શીલાનો પતિ ભરત પત્નીના લગ્ન પૂર્વેના જિન્સી વ્યવહારથી વાકેફ હોવા છતાં, શીલાને સુશીલા બનાવવાની જ કોશિશ કરે છે એમાં કવિતાનો અંશ લાગે છે. માત્ર, એના ગર્ભને ગાંઠમાં ખપાવીને એનો જે રીતે એ નિકાલ કરવી નાખે છે એ જરા અમાનુષી અને નિર્દય લાગે છે, અને એ વેળા પેલા ઉદારદિલ, કલાકાર, ચિત્રકાર, સહિષ્ણુ ભરતને સ્થાને પત્નીનો એક સામંતશાહી સુવાંગ માલિક ‘બુઝર્વા’ નીતિરક્ષક અને ચોખલિયો ‘સનાતન પતિ’ જ આપણી નજર સમક્ષ ઊપસી આવે છે. સાહિત્યકાર પણ પોતે જે સમાજમાં જીવતો હોય એથી બહુ અદકેરો ઊંચે ન ઊડી શકે, એવો વહેમ આ વાર્તા પરથી દૃઢિભૂત થાય કદાચ. કથાના નિર્વહણમાં ભરતના ઔદાર્ય કે સહિષ્ણુતાને બદલે એક ચાતુરી અને છળ જ વાચક સમક્ષ ઊપસી રહે એમાં કલા કરતાં વ્યાવહારિકતાનો વિજય વિશેષ જણાય છે. છતાં ‘વંચિતા’ શ્રી મોહમ્મદ માંકડની એક ઊણી છતાંય આકર્ષક લઘુનવલ તરીકે આવકારને પાત્ર તો છે જ. | ગ્રંથમાંની બીજી રચના અને પુસ્તકનું શીર્ષક બનનાર ‘વંચિતા’ લઘુનવલના કથાપ્રકારની વધારે નજીક જઈ શકી છે. પ્રથમ રચનામાં એક મુગ્ધાના જિન્સી કુતૂહલ અને અજ્ઞાનની, કોશેટામાંના અંધકારની વાત છે, તો બીજીમાં શીલા નામની યુવતી ભરત જોડે પરણતાં પહેલાં પ્રથમ પ્રેમી અશોક મારફત સગર્ભા બની છે, એના સુખદ કરુણ નિર્વહણની એક આકર્ષક અને સુવાચ્ય લાંબી વાર્તા બની શકી છે. શીલાના દેહમાં અશોકનું બાળક છે, એ જાણવા છતાં એનો પતિ ભરત એને સિફતપૂર્વક સાચવી લે છે, અને એથીય વધારે સિફતપૂર્વક એ ‘ગર્ભ નહિ પણ ગાંઠ છે’ એવું ઠસાવીને સફળતાથી એનો નિકાલ કરી નાખે છે, એ બયાનમાં શુદ્ધ પ્રેમના વિજય કરતાં એક ચાતુરીનો વિજય વિશેષ હોવા છતાં એ કથા આકર્ષક લાગે છે. સોએક પાનામાં જ સમાપ્ત થતી એ વાતમાં બિનજરૂરી લપનછપનનો અભાવ પણ એક આવકાર્ય લાઘવ બની રહે છે, અને લેખકનું મિતાક્ષરી ગદ્ય વિશેષ આસ્વાદ્ય લાગે છે. શીલાનો પતિ ભરત પત્નીના લગ્ન પૂર્વેના જિન્સી વ્યવહારથી વાકેફ હોવા છતાં, શીલાને સુશીલા બનાવવાની જ કોશિશ કરે છે એમાં કવિતાનો અંશ લાગે છે. માત્ર, એના ગર્ભને ગાંઠમાં ખપાવીને એનો જે રીતે એ નિકાલ કરવી નાખે છે એ જરા અમાનુષી અને નિર્દય લાગે છે, અને એ વેળા પેલા ઉદારદિલ, કલાકાર, ચિત્રકાર, સહિષ્ણુ ભરતને સ્થાને પત્નીનો એક સામંતશાહી સુવાંગ માલિક ‘બુઝર્વા’ નીતિરક્ષક અને ચોખલિયો ‘સનાતન પતિ’ જ આપણી નજર સમક્ષ ઊપસી આવે છે. સાહિત્યકાર પણ પોતે જે સમાજમાં જીવતો હોય એથી બહુ અદકેરો ઊંચે ન ઊડી શકે, એવો વહેમ આ વાર્તા પરથી દૃઢિભૂત થાય કદાચ. કથાના નિર્વહણમાં ભરતના ઔદાર્ય કે સહિષ્ણુતાને બદલે એક ચાતુરી અને છળ જ વાચક સમક્ષ ઊપસી રહે એમાં કલા કરતાં વ્યાવહારિકતાનો વિજય વિશેષ જણાય છે. છતાં ‘વંચિતા’ શ્રી મોહમ્મદ માંકડની એક ઊણી છતાંય આકર્ષક લઘુનવલ તરીકે આવકારને પાત્ર તો છે જ. | ||
{{right|માર્ચ ૨૦, ૧૯૬૭} | {{right|માર્ચ ૨૦, ૧૯૬૭}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
Latest revision as of 03:58, 19 May 2025
ઊણી છતાં આકર્ષક
ગુજરાતી ભાષામાં ‘વળામણાં’ કે ‘પૃથિવીવલ્લભ’ જેવી લઘુનવલો વારંવાર પ્રગટ નથી થતી. બબ્બે અલગ ભાગમાં લખાતી ‘કિંગ–સાઈઝ’ દળદાર નવલકથાઓના આ યુગમાં લઘુનવલ એક ‘ગુમનામ’ કથાપ્રકાર બની ગયો છે. આ સ્થિતિમાં મોહમ્મદ માંકડકૃત ‘વંચિતા’ ગ્રંથમાંની બે લઘુનવલોનું અવલોકન આકર્ષક બની રહે છે. અંદાજે બસો પાનાંની આ ચોપડીમાં પ્રકાશકે અને મુદ્રકે મોકળાં મુદ્રણ વડે બન્ને વાર્તાઓને લગભગ સો સો પાનાંમાં છાપી હોવા છતાં, પ્રથમ રચના ‘એક છોકરી–એક સ્ત્રી’ તો વિસ્તારેલી ટૂંકી વાર્તા જેવી જ રહી જવા પામી છે. એ, લઘુનવલની ગુંજાયશ કે લઘુનવલનું કાઠું પ્રાપ્ત નથી કરી શકતી. એક કિશોરી, અથવા લેખકે શીર્ષકમાં એની ઉચિત એળખ આપી છે એ ‘એક છોકરી’ યૌવનમાં પ્રવેશતાં જિન્સી સભાનપણું કેવી રીતે, કેવી કરુણ રીતે પ્રાપ્ત કરે છે એનું એક સીધું સાદું બયાન જ બની રહે છે. એની પ્રસ્તારયુક્ત પ્રસંગયોજના આકર્ષક હોવા છતાં એમાં બહુ ઝાઝી અપૂર્વતા કે કલાત્મકતા નથી. એક કિશોરી કે મુગ્ધા જિન્સી અને યૌનિક બાબતો અંગે કેવું કુતૂહલ ધરાવે છે, અને આખરે, એ કેવી આકસ્મિક પોતાના જીવનનો પ્રથમ જિન્સી અનુભવ મેળવે છે એની આ કથા વાસ્તવમાં તો વિસ્તારેલી ટૂંકી વાર્તા જ બની રહે છે. એનો પિંડ લઘુનવલનો નથી. લેખકે આકર્ષક પ્રસંગપરંપરા યોજીને અને કથાનકને મનોવિશ્લેષણનો ઓપ આપીને ઘણો મોટો ઘટાટોપ કર્યો હોવા છતાં મૂળભૂત રીતે એનું પોત તો ટૂંકી વાર્તાનું જ રહેવા પામે છે. ગ્રંથમાંની બીજી રચના અને પુસ્તકનું શીર્ષક બનનાર ‘વંચિતા’ લઘુનવલના કથાપ્રકારની વધારે નજીક જઈ શકી છે. પ્રથમ રચનામાં એક મુગ્ધાના જિન્સી કુતૂહલ અને અજ્ઞાનની, કોશેટામાંના અંધકારની વાત છે, તો બીજીમાં શીલા નામની યુવતી ભરત જોડે પરણતાં પહેલાં પ્રથમ પ્રેમી અશોક મારફત સગર્ભા બની છે, એના સુખદ કરુણ નિર્વહણની એક આકર્ષક અને સુવાચ્ય લાંબી વાર્તા બની શકી છે. શીલાના દેહમાં અશોકનું બાળક છે, એ જાણવા છતાં એનો પતિ ભરત એને સિફતપૂર્વક સાચવી લે છે, અને એથીય વધારે સિફતપૂર્વક એ ‘ગર્ભ નહિ પણ ગાંઠ છે’ એવું ઠસાવીને સફળતાથી એનો નિકાલ કરી નાખે છે, એ બયાનમાં શુદ્ધ પ્રેમના વિજય કરતાં એક ચાતુરીનો વિજય વિશેષ હોવા છતાં એ કથા આકર્ષક લાગે છે. સોએક પાનામાં જ સમાપ્ત થતી એ વાતમાં બિનજરૂરી લપનછપનનો અભાવ પણ એક આવકાર્ય લાઘવ બની રહે છે, અને લેખકનું મિતાક્ષરી ગદ્ય વિશેષ આસ્વાદ્ય લાગે છે. શીલાનો પતિ ભરત પત્નીના લગ્ન પૂર્વેના જિન્સી વ્યવહારથી વાકેફ હોવા છતાં, શીલાને સુશીલા બનાવવાની જ કોશિશ કરે છે એમાં કવિતાનો અંશ લાગે છે. માત્ર, એના ગર્ભને ગાંઠમાં ખપાવીને એનો જે રીતે એ નિકાલ કરવી નાખે છે એ જરા અમાનુષી અને નિર્દય લાગે છે, અને એ વેળા પેલા ઉદારદિલ, કલાકાર, ચિત્રકાર, સહિષ્ણુ ભરતને સ્થાને પત્નીનો એક સામંતશાહી સુવાંગ માલિક ‘બુઝર્વા’ નીતિરક્ષક અને ચોખલિયો ‘સનાતન પતિ’ જ આપણી નજર સમક્ષ ઊપસી આવે છે. સાહિત્યકાર પણ પોતે જે સમાજમાં જીવતો હોય એથી બહુ અદકેરો ઊંચે ન ઊડી શકે, એવો વહેમ આ વાર્તા પરથી દૃઢિભૂત થાય કદાચ. કથાના નિર્વહણમાં ભરતના ઔદાર્ય કે સહિષ્ણુતાને બદલે એક ચાતુરી અને છળ જ વાચક સમક્ષ ઊપસી રહે એમાં કલા કરતાં વ્યાવહારિકતાનો વિજય વિશેષ જણાય છે. છતાં ‘વંચિતા’ શ્રી મોહમ્મદ માંકડની એક ઊણી છતાંય આકર્ષક લઘુનવલ તરીકે આવકારને પાત્ર તો છે જ. માર્ચ ૨૦, ૧૯૬૭