અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`અમર' પાલનપુરી/અમર હમણાં જ સૂતો છે…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
:::::::::પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,
::::::::::પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
::::::::::કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
::::::::::દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
::::::::::જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
::::::::::ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
::::::::::નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
::::::::::ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.
::::::::::પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.
મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
::::::::::મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.
::::::::::વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.
કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી,
::::::::::કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
::::::::::રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
::::::::::અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.
::::::::::મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
::::::::::ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
::::::::::બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
::::::::::ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
::::::::::સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
</poem>
</poem>

Revision as of 09:38, 13 July 2021


અમર હમણાં જ સૂતો છે…

`અમર' પાલનપુરી

પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે.
ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાં જ સૂતો છે.
મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે.
કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.
અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.
ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.