ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/લીલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
પણ, આ બૌવ સારું નંઈ, શરૂઆત તમે કરેલીને! આ તો તમે છોકરી છો એટલે. બાકી અમરેલીમાં મેં કાઠી બોર્ડિંગના છોકરાઓને પટ્ટે ને પટ્ટે મારેલા છે.’ મને ગુસ્સો આવ્યો, ‘એમ તો મારો ભાઈ પણ ચાર રસ્તાનો દાદો છે, એવું અભિમાન ન રાખવું!’

‘તમારો ભાઈ દાદો હશે તો એને પણ જોઈ લેવાશે એટલે મેં કહ્યું, ‘જા – જા હવે.’
‘તમારો ભાઈ દાદો હશે તો એને પણ જોઈ લેવાશે’ એટલે મેં કહ્યું, ‘જા – જા હવે.’

સાંજે છૂટી હું બસમાંથી ઊતરી ત્યારે એમ જ પાછળ જોયું તો તમે આવતા હતા. મને ગભરામણ થઈ, તમે ઠેઠ પીછો કરતા આવશો એ ખ્યાલ નહીં. સોસાયટીના ઝાંપે આવીને પાછળ જોયું. તમે પગલેપગલું દબાવતા આવતા હતા. મેં મોઢું બગાડી તમારી સામે ડોળા કાઢ્યા. તમને કોઈ અસર જ નહીં! હું ઝટપટ ઘરનો ઝાંપો ખોલી અંદરના રૂમમાં જતી રહી. ફરીવાર ઝાંપો ખૂલવાનો અવાજ અંદર સુધી આવ્યો. મને થયું નીતા કહેતી હતી કે તમારા કાઠિયાવાડીઓ તો નૉનસેન્સ હોય છે. એ સાચું હશે. નહીંતર આને ઘેર આવવાની કંઈ જરૂર ખરી? અવાજ સાંભળી મારા બાપુજી બહાર આવ્યા. ‘કોનું કામ છે ભાઈ?’ તમે મૂંઝાઈને ઘડીક ઊભા રહ્યા. પછી અચાનક જ પૂછ્યું, ‘ચક્કરગઢવાળા લાલજીભાઈ અહીંયાં ક્યાંય રેય છે?’ મારા બાપુજીએ કહ્યું, ‘આ સોસાયટીમાં કોઈ ચક્કરગઢનું રહેતું નથી, બાજુની ઇન્દ્રપ્રસ્થમાં બે-ત્રણ જણા જાણ્યમાં છે ખરા. તમે ચાલતા થયેલા.
સાંજે છૂટી હું બસમાંથી ઊતરી ત્યારે એમ જ પાછળ જોયું તો તમે આવતા હતા. મને ગભરામણ થઈ, તમે ઠેઠ પીછો કરતા આવશો એ ખ્યાલ નહીં. સોસાયટીના ઝાંપે આવીને પાછળ જોયું. તમે પગલેપગલું દબાવતા આવતા હતા. મેં મોઢું બગાડી તમારી સામે ડોળા કાઢ્યા. તમને કોઈ અસર જ નહીં! હું ઝટપટ ઘરનો ઝાંપો ખોલી અંદરના રૂમમાં જતી રહી. ફરીવાર ઝાંપો ખૂલવાનો અવાજ અંદર સુધી આવ્યો. મને થયું નીતા કહેતી હતી કે તમારા કાઠિયાવાડીઓ તો નૉનસેન્સ હોય છે. એ સાચું હશે. નહીંતર આને ઘેર આવવાની કંઈ જરૂર ખરી? અવાજ સાંભળી મારા બાપુજી બહાર આવ્યા. ‘કોનું કામ છે ભાઈ?’ તમે મૂંઝાઈને ઘડીક ઊભા રહ્યા. પછી અચાનક જ પૂછ્યું, ‘ચક્કરગઢવાળા લાલજીભાઈ અહીંયાં ક્યાંય રેય છે?’ મારા બાપુજીએ કહ્યું, ‘આ સોસાયટીમાં કોઈ ચક્કરગઢનું રહેતું નથી, બાજુની ઇન્દ્રપ્રસ્થમાં બે-ત્રણ જણા જાણ્યમાં છે ખરા.તમે ચાલતા થયેલા.

<center>*</center>
<center>*</center>
Line 75: Line 75:
રિવાજ પ્રમાણે પહેલી સુવાવડ પિયર કરવાની હતી. તેડી જવાનું મુરત જોવા અને બીજી વાતો નક્કી કરવા સારુ મારા બાપુજીને બોલાવેલા. નક્કી કરેલા દિવસ પછી ત્રણેક દિવસ વીતી ગયા છતાં એ ન આવ્યા. મારા સાસરિયામાં બધાં ખિજાયાં. થોડું વાંકું પણ બોલ્યાં. મને ખોટું લાગ્યું. તમે સાંભરી આવ્યા. ઠેઠ ચોથે દિવસે બાપુજી આવ્યા. મારા બંધ તો એમને જોતાં જ છૂટી પડ્યા, ‘બાપુજી, તમે કેમ મોડા આવ્યા?’ એ ગંભીર અવાજે બોલ્યા, ‘આમ તો ટેમસર આવી જાત બેન, પણ આપણી સામેવાળાનો કાળુ આગલી રાતે જ –’

<cenetr>*</cenetr>
<center>*</center>

લગ્નવિધિ પતી ગઈ છે. તમારા કુટુંબનાં ટોળે વળી ઊભાં છે. બ્રાહ્મણો શ્લોક બોલે છે. બીજા બધા બાલદી ભરીને પાણી લાવ્યા છે. બાલદી ભરી ભરીને બધા પર પાણી રેડાય છે. બ્રાહ્મણો તમારા આત્માને આહ્વાન આપે છે; તમને લીલ પહોંચ્યાં કે નહીં એમ કહી જાવ – એવા હાકોટા પાડે છે. બધાં એકબીજાં સામું જુએ છે. કોઈ જરાક અમથું થથરે છે તો બધાં ચોંકી જાય છે, નક્કી એના શરીરમાં તમારો આત્મા આવ્યો. પણ, ના એ તો ઠંડીથી સ્હેજ ધ્રુજારી આવી ગઈ. તમને લીલ પહોંચ્યા? નથી પહોંચ્યાં? ન પહોંચ્યાં હોય તોપણ તમે કોઈના ડિલમાં આવીને કહી જશો. સારું એવું પાણી રેડ્યું છતાં તમારા કોઈ અણસાર ન વરતાયા. ફરીથી જોરથી પાણી રેડ્યું અને જોરથી શ્લોકો બોલાયા. હાકોટા-પડકારા વધ્યા. બધાં મૂંઝાઈ ગયાં. થોડો ગણગણાટ થયો. શું કરવું? હવે શું કરવું?