ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/વી. એમ.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 162: Line 162:
પણ જંતીને બે’ક દિવસ પછી ચિત્તલ એક હવનમાં જવાનું હતું. એણે વચન આપ્યું કે વળતી વખતે અમરેલીથી એ બધું લેતો આવશે. હવે સવાલ પૈસાનો હતો. એનો પણ ઉપાય થયો. ઘરમાં બે રૂપિયા માર્યા. જંતીએ એમાં આઠ આના દક્ષિણાના ઉમેર્યા. એમાંનો સ્નો અને રિબિન આવ્યાં.

એક બપોરે હું આ બેય વસ્તુ વી.એમ.ને આપતો આવું મનાવતો આવું એવું નક્કી થયું.
એક બપોરે હું આ બેય વસ્તુ વી.એમ.ને આપતો આવું અને મનાવતો આવું એવું નક્કી થયું.

બીજા દિવસે સ્નોની ડબ્બી અને રિબિન ચડ્ડીના ખિસ્સામાં સંતાડી હું ફરી વાર નાના દેસાઈનાકામાં ગયો. બારીનું કડું ખખડાવતાં ભેગી જ ફટાક ખૂલી ગઈ. સામે વી.એમ.નું હસું હસું થતું મોં મને જોઈને પડી ગયું. એ પહેલાં કરતાં ઘણી રૂપાળી લાગતી હતી. એનું આવું રૂપ જોતાં કોણ જાણે કેમ પણ હું સાવ નિરાશ થઈ ગયો. એ ખીજથી બોલી, શું છે આંયાં?