સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/કૃતિસંપાદનના ગંભીર પ્રશ્નો: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 4: Line 4:
પાઠ્યપુસ્તકની જરૂરિયાતે આપણે ત્યાં કૃતિ-સંપાદનની એક નવી દિશા ખોલી છે. યુનિવર્સિટીઓના ગુજરાતીના અભ્યાસક્રમોમાં જૂની કૃતિઓય મુકાતી હોય છે. એ કૃતિઓ અપ્રાપ્ય હોય ત્યારે વિદ્યાર્થીને એ સુલભ કરી આપવા પ્રકાશકો તૈયાર હોય છે. (આ નિમિત્ત ન હોય ત્યારે, શિષ્ટ-પ્રશિષ્ટ કૃતિને પુનઃપ્રકાશિત કરવાનો ધર્મ કોઈને સૂઝતો નથી.) પુસ્તકનો ઉપાડ વધારે થવાની શક્યતા દેખાતી હોય તો એ ધર્મ'નો પ્રસાર પણ થાય, એટલે કે એકાધિક પ્રકાશકો એની એ જ કૃતિને એક જ સમયે પ્રકાશિત કરે! સંપાદકો શોધી લેવાના. આવું મધ્યકાલીન કૃતિઓના સંપાદનમાં તો થતું આવેલું છે. હવે એમાં એક નવી દિશા ખૂલી છે નવલકથા, નાટક, આત્મકથા વગેરે જેવી લાંબી કૃતિઓનાં પણ સંપાદિત પ્રકાશનો .થવા માંડ્યાં છે! કોપીરાઇટ-કાળ વીતી ગયો હોય એ પછી તો, મધ્યકાલીન કૃતિઓની જેમ અર્વાચીન કૃતિઓ પણ હાથવગી [એટલે કે નધણિયાતી!] હોય છે. પ્રશિષ્ટ મધ્યકાલીન કૃતિઓનો ઉદ્ધાર આમ અનેકને હાથે, ને સંપાદિત રૂપે થાય છે. આનાં એક બે ઉદાહરણો જોઈએ:

સુરતના ‘કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટે' નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ (૧૮૮૬), રમેશ શુક્લ પાસે સંપાદિત કરાવીને ૧૯૯૪માં પ્રગટ કરી છે. ગુજરાતી પ્રેસે ‘મારી હકીકત’(૧૯૩૩) અને ‘ઉત્તરનર્મદચરિત્ર' (૧૯૩૯) પ્રકાશિત કરેલાં એનો આધાર લેવા ઉપરાંત કેટલીક વિગતો ઉમેરી- ચકાસીને તથા પરિશિષ્ટમાં બીજી કેટલીક વિગતો સંકલિત કરી સમાવી લઈને રમેશ શુક્લે ખૂબ જહેમતપૂર્વક કરેલું આ સંપાદન એક સારું સંશોધિત સંપાદન છે.<ref>તેમ છતાં નર્મદ યુગાવર્ત ટ્રસ્ટે એને 'પ્રથમ આવૃત્તિ’ કહી એ, એક રીતે તો ગેરમાર્ગે દોરનારી માહિતી ગણાય. એને ‘સંશોધિત—સવર્ધિત આવૃત્તિ ૧૯૯૪ રૂપે ઓળખાવવી વધુ યોગ્ય ગણાત.</ref>

'મારી હકીકત'ની આવી પૂરા સંદર્ભો-વિગતો સાથેની ઉપયોગી આવૃત્તિ અભ્યાસીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે પણ સુલભ હતી તેમ છતાં એ પછીના છ- આઠ મહિનામાં જ અમદાવાદના આદર્શ પ્રકાશને (૧૯૯૫માં) ‘મારી હકીકત'નું (માત્ર મૂળ આત્મકથનનું) પ્રકાશન કર્યું એનું પ્રયોજન કયું? પ્રકાશક તો એને ‘સંપાદિત પ્રથમ આવૃત્તિ' ગણાવે છે ને વળી નિવેદનમાં લખે છે કે આ કૃતિ ‘ઘણા વખતથી અપ્રાપ્ય' હતી! આ પ્રકાશનના સંપાદક ભરત મહેતા એમના લેખના અંતે કહે છે કે, રમેશ શુક્લે અન્ય દસ્તાવેજો સાથે એને પુનઃસંપાદિત કરી છે પણ 'આદર્શ પ્રકાશનનું આ સંપાદન એવી કોઈ વિશેષ સંપાદકીય દૃષ્ટિથી નહીં પરંતુ વિદ્યાર્થી- ઉપયોગી સામગ્રી જ પાઠ્યપુસ્તકમાં હોય એવી અપેક્ષાથી થયું છે.! (પૂ.૪૦) [અવતરણમાંના શબ્દો મેં અધોરેખિત કર્યા છે.) તો શું રમેશ શુક્લે ડાયરી-પત્રો વગેરેનો સમાવેશ કરેલો છે એ વિદ્યાર્થી—ઉપયોગી સામગ્રી’ ન ગણાય? 'મારી હકીકત'ના અભ્યાસ માટે આવી તુલના—સામગ્રી તો સૌથી વધુ ઉપયોગી ને પ્રસ્તુત લેખાય. ભરત મહેતાને તો આ જ મહત્ત્વનું લાગવું જોઈએ એવું એમનું અભ્યાસી તરીકેનું કાઠું છે. એટલે આશ્ચર્ય થાય. વળી એ પોતે આને આદર્શનું 'સંપાદન' ગણાવે છે, કેવળ પ્રકાશન નહીં. આમાં સંપાદન શું થયું ગણાય? કેવળ અભ્યાસલેખ કોઈપણ પ્રકાશનને સંપાદન સિદ્ધ કરી શકે? (કહેવું જોઈએ કે ભરત મહેતાનો અભ્યાસલેખ ઘણો જ સારો અને વિદ્યાર્થીઓ માટે પણ વિશદ નીવડે એવો છે.) પુસ્તકને અંતે, આત્મકથામાં આવતા કેટલાક સંદર્ભો વિશે દ્યોતક નોંધો—ટિપ્પણો હોત ને 'મારી હકીકત’ વિશેની અન્ય અભ્યાસસામગ્રીનું સંકલન મુકાયું હોત તો પણ એને સંપાદન ગણાવવાનું સ્વીકાર્ય બનત.
‘મારી હકીકત'ની આવી પૂરા સંદર્ભો-વિગતો સાથેની ઉપયોગી આવૃત્તિ અભ્યાસીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે પણ સુલભ હતી તેમ છતાં એ પછીના છ- આઠ મહિનામાં જ અમદાવાદના આદર્શ પ્રકાશને (૧૯૯૫માં) ‘મારી હકીકત'નું (માત્ર મૂળ આત્મકથનનું) પ્રકાશન કર્યું એનું પ્રયોજન કયું? પ્રકાશક તો એને ‘સંપાદિત પ્રથમ આવૃત્તિ' ગણાવે છે ને વળી નિવેદનમાં લખે છે કે આ કૃતિ ‘ઘણા વખતથી અપ્રાપ્ય' હતી! આ પ્રકાશનના સંપાદક ભરત મહેતા એમના લેખના અંતે કહે છે કે, રમેશ શુક્લે અન્ય દસ્તાવેજો સાથે એને પુનઃસંપાદિત કરી છે પણ 'આદર્શ પ્રકાશનનું આ સંપાદન એવી કોઈ વિશેષ સંપાદકીય દૃષ્ટિથી નહીં પરંતુ વિદ્યાર્થી- ઉપયોગી સામગ્રી જ પાઠ્યપુસ્તકમાં હોય એવી અપેક્ષાથી થયું છે.! (પૂ.૪૦) [અવતરણમાંના શબ્દો મેં અધોરેખિત કર્યા છે.) તો શું રમેશ શુક્લે ડાયરી-પત્રો વગેરેનો સમાવેશ કરેલો છે એ વિદ્યાર્થી—ઉપયોગી સામગ્રી’ ન ગણાય? 'મારી હકીકત'ના અભ્યાસ માટે આવી તુલના—સામગ્રી તો સૌથી વધુ ઉપયોગી ને પ્રસ્તુત લેખાય. ભરત મહેતાને તો આ જ મહત્ત્વનું લાગવું જોઈએ એવું એમનું અભ્યાસી તરીકેનું કાઠું છે. એટલે આશ્ચર્ય થાય. વળી એ પોતે આને આદર્શનું 'સંપાદન' ગણાવે છે, કેવળ પ્રકાશન નહીં. આમાં સંપાદન શું થયું ગણાય? કેવળ અભ્યાસલેખ કોઈપણ પ્રકાશનને સંપાદન સિદ્ધ કરી શકે? (કહેવું જોઈએ કે ભરત મહેતાનો અભ્યાસલેખ ઘણો જ સારો અને વિદ્યાર્થીઓ માટે પણ વિશદ નીવડે એવો છે.) પુસ્તકને અંતે, આત્મકથામાં આવતા કેટલાક સંદર્ભો વિશે દ્યોતક નોંધો—ટિપ્પણો હોત ને 'મારી હકીકત’ વિશેની અન્ય અભ્યાસસામગ્રીનું સંકલન મુકાયું હોત તો પણ એને સંપાદન ગણાવવાનું સ્વીકાર્ય બનત.
મૂળ પ્રશ્ન જ એ છે કે પ્રકાશક બદલાતાં જ કોઈ સળંગ ગ્રંથનું પ્રકાશન સંપાદન બને ખરું? અને આવો દરેક પ્રકાશક, પોતે એ પુસ્તક પહેલી વાર છાપ્યું એટલા માત્રથી પુસ્તકની પણ એ પ્રથમ આવૃત્તિ' છે એમ કહી શકે?

આવું એક બીજું પ્રકાશન તો આથીય વધુ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એ પુસ્તક છેઃ ‘ભદ્રંભદ્ર'. લેખક રમણભાઈ નીલકંઠ; સંપાદક સતીશ વ્યાસ; પ્રકાશક આદર્શ પ્રકાશન, ‘સંપાદિત પ્રથમ આવૃત્તિ : જૂન ૧૯૯૫'.

Line 12: Line 12:
મધ્યકાલીન કૃતિ-સંપાદનોમાંય હવે, હસ્તપ્રતોમાં ગયા વિના, અગાઉનાં તૈયાર સંપાદનોને આધારે નવાં સંપાદનો થવા માંડ્યાં છે. આગળ લેખ હોય એટલું જ. પણ તેમ છતાં ત્યાં, કાળજી રાખનાર માટે એક અવકાશ રહે છે. પૂર્વસંપાદકોએ નોંધેલા પાઠભેદોનો ઝીણવટથી અભ્યાસ કરીને એકવાક્યતાની દૃષ્ટિએ આખી કૃતિના પાઠને સાદ્યંત સંમાર્જિત કરી લેવાનો તથા ટિપ્પણો—શબ્દાર્થો—શુદ્ધિ—વૃદ્ધિ કરવાનો. એટલું ઉપયોગી કામ થતું હોય તો પણ સંપાદકનું કામ-નામ લેખે લાગે. પણ નવલકથા જેવી સળંગ કૃતિઓ (સંક્ષેપાદિ ન હોય ત્યાં પણ) સંપાદિત રૂપે, સંપાદકને નામે પ્રગટ કરવામાં કોઈ ઔચિત્ય નથી. પ્રકાશકોના કેવળ ધંધાદારી આશયો સાથે આ રીતે ને આ રૂપે જોડાવાની ચોખ્ખી “ના” કહેવાનાં સ્પષ્ટ વિવેક ને ખુમારી, ઓછામાં ઓછું, આપણા નીવડેલા તેજસ્વી અભ્યાસીઓએ તો દાખવવાં જ ઘટે. જે પોતે ઉત્તમ કામ કરી શકવા સક્ષમ છે એ આવામાં ન પડે એમાં જ વિદ્યા અને સાહિત્યનું પણ શ્રેય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૬}}
{{right|જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૬}}<br>
{{right|‘પરોક્ષે પ્રત્યક્ષે’ પૃ. ૬૪ થી ૬૮}}
{{right|‘પરોક્ષે પ્રત્યક્ષે’ પૃ. ૬૪ થી ૬૮}}<br>
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2