સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/સંપાદક-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 7: Line 7:
શ્રી કેસર મકવાણાએ સંશોધક, વિવેચક તેમ જ સંપાદક તરીકે ગુજરાતી ભાષામાં કામ કર્યું છે. તેમણે પીએચ.ડી. નિમિત્તે જે સંશોધનકામ કર્યું, તે એ જ નામથી પુસ્તક સ્વરૂપે (૨૦૦૧માં) પ્રકાશિત થયું છે. એની બીજી આવૃત્તિ પણ થઈ છે. એ પછી એમણે ‘પરિમિત’ અને ‘પરિસર’ નામે વિવેચનલેખોનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત ‘નાનાભાઈ હ. જેબલિયા : વ્યક્તિ અને વાઙ્‌મય’ (૨૦૧૨) જેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં થનાર છે તે, તથા નાનાભાઈની બલિદાન કથાઓ ‘અમે પાદરમાં ઝાટકે ખરેલાં’ (૨૦૧૪) અને મંગળ રાઠોડનાં ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ  ‘કાવ્યોપનિષદ’ (૨૦૨૩) એમ ત્રણ સંપાદનનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત દલિત સાહિત્યવિવેચન ક્ષેત્રે ‘દલિતાયન’ (૨૦૧૫) અને ‘સમાંતર’ (૨૦૨૨) નામે બે પુસ્તકો આપ્યાં છે. એ પછી ગુજરાતી કવિતા-આસ્વાદનું પુસ્તક ‘કાવ્યમર્મ’ (૨૦૨૩) તેમની પાસેથી મળે છે.  

તેઓ સૌરાષ્ટ્ર યુનિ.ના પીએચ.ડી.ના માર્ગદર્શક પણ હતા. એટલે તેમની પાસે ઘણા વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું છે. તેમ જ ગુજરાતી ભાષાનાં લગભગ તમામ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા રહે છે. તેમણે અનેક પરિસંવાદોમાં ને ‘મનોજપર્વ’ કે ‘અસ્મિતાપર્વ’ જેવા પ્રતિષ્ઠિત મંચો પર વક્તવ્યો આપેલા છે. તેઓ સંશોધક, વિવેચક, સંપાદક હોવા સાથે પ્રભાવશાળી વક્તા પણ છે. એટલે સાહિત્ય પરિષદનાં જ્ઞાનસત્ર કે અધિવેશનમાં કે અકાદમીના કોઈ પરિસંવાદમાં તેમને વક્તવ્ય આપવાના થાય તો અગાઉ જે વિદ્વાનોએ આ સંસ્થાનું મૂલ્ય વધાર્યું છે, તે રીતે શ્રી કેસર મકવાણા પણ આ બધી સંસ્થાનું ગૌરવ વધારી શકે તેમ છે.

{{right|– ભરત વિંઝુડા}} <br>
{{right|'''– ભરત વિંઝુડા'''}} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Revision as of 06:56, 6 August 2025

સંપાદક-પરિચય

કેસર મકવાણા

Kesar Makwana.jpg

ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ગામ મિતિયાજમાં તારીખ ૧૦-૯-૧૯૬૬ના રોજ શ્રી કેસર મકવાણાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. ગુજરાતી વિષય સાથે બી.એ. સુધીનો અભ્યાસ એમણે કોડીનારની જે. એસ. પરમાર કૉલેજમાં ૧૯૮૮માં પૂર્ણ કર્યો. ત્યારબાદ એમ.એ. એમણે ગુજરાતી વિષય સાથે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં ૧૯૯૦માં પ્રથમ વર્ગ સાથે કર્યું છે. એ જ વર્ષે નવેમ્બર માસથી તેઓ સાવરકુંડલાની આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેમણે સાવરકુંડલાની આ કૉલેજમાં સળંગ ૩૧ વર્ષ સુધી સેવાઓ આપી. વચ્ચે કોરોનાકાળમાં ઘરેથી ભણાવવાનું થયું એ સમયમાં તેમને લેખન અને વાચનમાં અત્યંત રસ પડતાં, તેમને સ્વેચ્છિક નિવૃત્તિ લેવાનો વિચાર આવ્યો અને ૧૫ જૂન ૨૦૨૧થી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ હાલ ભાવનગર રહી માત્ર સાહિત્યિક વાચન-લેખનમાં પ્રવૃત્ત છે. મોટાભાગે પીએચ.ડી. થવા ઉત્સુક અભ્યાસુઓ સીમિત વિષય પસંદ કરતા હોય છે. એવા સમયમાં ‘ગ્રામજીવનની સાઠોત્તરી ગુજરાતી નવલકથા’ જેવો વિશાળ વિષય કે જેમાં ૧૯૬૦ પછીથી અભ્યાસ સુધીના સમયની ગ્રામજીવનની નવલકથાઓનો અભ્યાસ રજૂ કરવાનો થાય, તેવા વિષયમાં ૧૯૯૮માં પીએચ.ડી. કર્યું છે. શ્રી કેસર મકવાણાએ સંશોધક, વિવેચક તેમ જ સંપાદક તરીકે ગુજરાતી ભાષામાં કામ કર્યું છે. તેમણે પીએચ.ડી. નિમિત્તે જે સંશોધનકામ કર્યું, તે એ જ નામથી પુસ્તક સ્વરૂપે (૨૦૦૧માં) પ્રકાશિત થયું છે. એની બીજી આવૃત્તિ પણ થઈ છે. એ પછી એમણે ‘પરિમિત’ અને ‘પરિસર’ નામે વિવેચનલેખોનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત ‘નાનાભાઈ હ. જેબલિયા : વ્યક્તિ અને વાઙ્‌મય’ (૨૦૧૨) જેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં થનાર છે તે, તથા નાનાભાઈની બલિદાન કથાઓ ‘અમે પાદરમાં ઝાટકે ખરેલાં’ (૨૦૧૪) અને મંગળ રાઠોડનાં ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યોપનિષદ’ (૨૦૨૩) એમ ત્રણ સંપાદનનાં પુસ્તકો આપ્યા છે. ઉપરાંત દલિત સાહિત્યવિવેચન ક્ષેત્રે ‘દલિતાયન’ (૨૦૧૫) અને ‘સમાંતર’ (૨૦૨૨) નામે બે પુસ્તકો આપ્યાં છે. એ પછી ગુજરાતી કવિતા-આસ્વાદનું પુસ્તક ‘કાવ્યમર્મ’ (૨૦૨૩) તેમની પાસેથી મળે છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિ.ના પીએચ.ડી.ના માર્ગદર્શક પણ હતા. એટલે તેમની પાસે ઘણા વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું છે. તેમ જ ગુજરાતી ભાષાનાં લગભગ તમામ સામયિકોમાં તેમના લેખો પ્રગટ થતા રહે છે. તેમણે અનેક પરિસંવાદોમાં ને ‘મનોજપર્વ’ કે ‘અસ્મિતાપર્વ’ જેવા પ્રતિષ્ઠિત મંચો પર વક્તવ્યો આપેલા છે. તેઓ સંશોધક, વિવેચક, સંપાદક હોવા સાથે પ્રભાવશાળી વક્તા પણ છે. એટલે સાહિત્ય પરિષદનાં જ્ઞાનસત્ર કે અધિવેશનમાં કે અકાદમીના કોઈ પરિસંવાદમાં તેમને વક્તવ્ય આપવાના થાય તો અગાઉ જે વિદ્વાનોએ આ સંસ્થાનું મૂલ્ય વધાર્યું છે, તે રીતે શ્રી કેસર મકવાણા પણ આ બધી સંસ્થાનું ગૌરવ વધારી શકે તેમ છે. – ભરત વિંઝુડા