સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન: Difference between revisions

inverted comas corrected
(inverted comas corrected)
(inverted comas corrected)
 
Line 2: Line 2:
{{Heading|(૭) ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન}}
{{Heading|(૭) ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિવેચક તરીકે ઉમાશંકર જોશીની નજર કૃતિવિવેચન સમીક્ષા, અવલોકન, આસ્વાદ- તરફ વિશેષ રહી છે. એટલું જ નહીં, આખીય વિવેચનપ્રવૃત્તિની સાર્થકતા ને મૂલ્યવત્તા સરજાતા સાહિત્યના વિવેચન પર જ નિર્ભર છે એવું તે દઢપણે માનતા આવ્યા છે. જુદાંજુદાં નિમિત્તે, અવારનવાર એમણે પોતાની આ વિચારણા વ્યક્ત કરેલી છે. સિદ્ધાંતચર્ચામાં નહીં એટલું કૃતિચર્ચામાં, અને એ પણ પ્રશિષ્ટ કૃતિઓના પુનર્મૂલ્યાંકન કરતાં વધુ સમકાલીન સાહિત્યની સમીક્ષામાં એમણે વિવેચકના કાર્યનું મહત્ત્વ જોયું છે. ‘શૈલી અને સ્વરૂપ'માંના  ‘સમકાલીન કવિતાનું વિવેચન' એ લેખ(૧૯૫૮)માં તેઓ લખે છે, ‘વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે.’ (પૃ. ૨૯૭, બીજી આ.). આવા વિવેચકને તેઓ ‘સૌ ભાવકોનો અગ્રેસર' કહે છે.  ‘કવિની સાધના'માંના વિવેચનની સાધના' લેખ (૧૯૬૦)માં તો એમણે ‘વિવેચક' શબ્દ સમીક્ષકને માટે, અને નહીં કે કેવળ સાહિત્યતત્ત્વની (ઍસ્થેટિક્સની) વિચારણા આપનારને માટે યોજાય છે, એવું બતાવીને સિદ્ધાંતવિવેચન ન આપનાર પણ ઉત્તમ વિવેચક હોઈ શકે, કારણ કે ‘વિવેચકનું મુખ્ય કાર્ય તે તો પ્રત્યક્ષ સાહિત્યવિવેચનનું છે. (પૃ. ૧૨૯)– એમ તારવી આપ્યું છે. વિવેચનનું કામ જો સ્વીકાર્યું તો પછી આ પ્રત્યક્ષ વિવેચન વિવેચકનું પ્રાપ્ત કર્તવ્ય થઈ રહે, એટલે તેઓ કંઈક ભારપૂર્વક કહે છે કે, 'સમકાલીન રચનાઓ અંગે પોતાની ઘડાયેલી રુચિનો વિનિયોગ કરી અંતદ્રપણે અવલોકન રજૂ કરવું એ પ્રધાન ફરજમાંથી તેપોતાના અસ્તિત્વને ભોગે જ છટકી શકે.’ (પૃ. ૧૮૬)
વિવેચક તરીકે ઉમાશંકર જોશીની નજર કૃતિવિવેચન સમીક્ષા, અવલોકન, આસ્વાદ- તરફ વિશેષ રહી છે. એટલું જ નહીં, આખીય વિવેચનપ્રવૃત્તિની સાર્થકતા ને મૂલ્યવત્તા સરજાતા સાહિત્યના વિવેચન પર જ નિર્ભર છે એવું તે દઢપણે માનતા આવ્યા છે. જુદાંજુદાં નિમિત્તે, અવારનવાર એમણે પોતાની આ વિચારણા વ્યક્ત કરેલી છે. સિદ્ધાંતચર્ચામાં નહીં એટલું કૃતિચર્ચામાં, અને એ પણ પ્રશિષ્ટ કૃતિઓના પુનર્મૂલ્યાંકન કરતાં વધુ સમકાલીન સાહિત્યની સમીક્ષામાં એમણે વિવેચકના કાર્યનું મહત્ત્વ જોયું છે. ‘શૈલી અને સ્વરૂપ'માંના  ‘સમકાલીન કવિતાનું વિવેચન' એ લેખ(૧૯૫૮)માં તેઓ લખે છે, ‘વિવેચક જૂના શિષ્ટ ગ્રંથોનું ઉત્તમ વિવેચન આપે એટલું જ પૂરતું નથી, એની શક્તિની કસોટી તો રચાતા આવતા સાહિત્યને તારતમ્ય બુદ્ધિએ તપાસી એની અંતર્ગત શક્યતાઓ અને સિદ્ધિઓ પોતાની ઘડાયેલી રુચિ વડે ઓળખી કાઢી એની સાચી મુલવણી કરવામાં છે.’ (પૃ. ૨૯૭, બીજી આ.). આવા વિવેચકને તેઓ ‘સૌ ભાવકોનો અગ્રેસર' કહે છે.  ‘કવિની સાધના'માંના વિવેચનની સાધના' લેખ (૧૯૬૦)માં તો એમણે ‘વિવેચક' શબ્દ સમીક્ષકને માટે, અને નહીં કે કેવળ સાહિત્યતત્ત્વની (ઍસ્થેટિક્સની) વિચારણા આપનારને માટે યોજાય છે, એવું બતાવીને સિદ્ધાંતવિવેચન ન આપનાર પણ ઉત્તમ વિવેચક હોઈ શકે, કારણ કે ‘વિવેચકનું મુખ્ય કાર્ય તે તો પ્રત્યક્ષ સાહિત્યવિવેચનનું છે. (પૃ. ૧૨૯)– એમ તારવી આપ્યું છે. વિવેચનનું કામ જો સ્વીકાર્યું તો પછી આ પ્રત્યક્ષ વિવેચન વિવેચકનું પ્રાપ્ત કર્તવ્ય થઈ રહે, એટલે તેઓ કંઈક ભારપૂર્વક કહે છે કે, ‘સમકાલીન રચનાઓ અંગે પોતાની ઘડાયેલી રુચિનો વિનિયોગ કરી અંતદ્રપણે અવલોકન રજૂ કરવું એ પ્રધાન ફરજમાંથી તેપોતાના અસ્તિત્વને ભોગે જ છટકી શકે.’ (પૃ. ૧૮૬)
પ્રત્યક્ષ વિવેચનની આવશ્યકતા તેમજ મહત્તા વિશેની આ વિચારણાસતત એમના મનમાં ચાલુ રહી છે. 'સંસ્કૃતિ'નો ૨૦૦મો અંક (ઑગસ્ટ ૧૯૬૩) ‘વિવેચન અંક' તરીકે પ્રગટ કર્યો ત્યારે “વિવેચનના પ્રશ્નો' શીર્ષકથી કરેલી નોંધ (ગ્રંથસ્થ : 'પ્રતિશબ્દ)માં એમણે લખ્યું છે, 'સાચું કહું ? ‘સંસ્કૃતિ'નો વિવેચનઅંક તો થતાં થઈ ગયો પણ વરસોથી મનસૂબો તો રહ્યો. છે અવલોકનઅંક આપવાનો'. પણ આ જ નોંધમાં એમણે આગળ લખ્યું છે, ‘અવલોકન એ આપણાં બધાં સામયિકોનું લૂલું અંગ છે' (પૃ. ૩૫). આવા નિરીક્ષણ બલકે ટકોર પાછળ સામયિકોમાં અવલોકનોનું ઓછું પ્રમાણ તો ખરું જ ('ગ્રંથ' આ પછી, ૧૯૬૪માં શરૂ થાય છે-) પણ જે થાય છે એની પાતળી ગુણવત્તા પણ એમના મનમાં હશે જ, કારણ કે એ જ લેખમાં એમણે નોંધ્યું છે. 'અવલોકન લખવાં સહેલ નથી. વિવેચનસિદ્ધાંત સીધા આપવાને બદલે, અવલોકનમાં એનો વિનિયોગ કરવાનો રહે છે ને પછી, સેઈન્ટ બવનો દાખલો આપીને કહે છે, 'એક અવલોકન એટલે અઠવાડિયાનો અર્ક, ક્યારેક કોઈ અધ્યાપકના એક આખા વૅકેશનનો' (પૃ. ૧૭). આટલી સજ્જતા અને આ પ્રકારનું દાયિત્વ હોય તો, તેઓ કહે છે તેમ, “વિવેચનયુગના નિર્માણમાં અવલોકનો ઉપકારક થઈ શકે. અવલોકનો રચાતા સાહિત્ય વિશે વાચકોને મદદરૂપ નીવડી શકે, લેખકને પણ પોતાની કૃતિ જોવાનું એક દૃષ્ટિબિંદુ આપી શકે.” (પૃ. ૧૬). વિવેચનપ્રવૃત્તિ આમ, બહુ લાક્ષણિક રીતે, માર્ગદર્શક બની રહે છે.
પ્રત્યક્ષ વિવેચનની આવશ્યકતા તેમજ મહત્તા વિશેની આ વિચારણાસતત એમના મનમાં ચાલુ રહી છે. ‘સંસ્કૃતિ'નો ૨૦૦મો અંક (ઑગસ્ટ ૧૯૬૩) ‘વિવેચન અંક' તરીકે પ્રગટ કર્યો ત્યારે “વિવેચનના પ્રશ્નો' શીર્ષકથી કરેલી નોંધ (ગ્રંથસ્થ : ‘પ્રતિશબ્દ)માં એમણે લખ્યું છે, ‘સાચું કહું ? ‘સંસ્કૃતિ'નો વિવેચનઅંક તો થતાં થઈ ગયો પણ વરસોથી મનસૂબો તો રહ્યો. છે અવલોકનઅંક આપવાનો'. પણ આ જ નોંધમાં એમણે આગળ લખ્યું છે, ‘અવલોકન એ આપણાં બધાં સામયિકોનું લૂલું અંગ છે' (પૃ. ૩૫). આવા નિરીક્ષણ બલકે ટકોર પાછળ સામયિકોમાં અવલોકનોનું ઓછું પ્રમાણ તો ખરું જ ('ગ્રંથ' આ પછી, ૧૯૬૪માં શરૂ થાય છે-) પણ જે થાય છે એની પાતળી ગુણવત્તા પણ એમના મનમાં હશે જ, કારણ કે એ જ લેખમાં એમણે નોંધ્યું છે. ‘અવલોકન લખવાં સહેલ નથી. વિવેચનસિદ્ધાંત સીધા આપવાને બદલે, અવલોકનમાં એનો વિનિયોગ કરવાનો રહે છે ને પછી, સેઈન્ટ બવનો દાખલો આપીને કહે છે, ‘એક અવલોકન એટલે અઠવાડિયાનો અર્ક, ક્યારેક કોઈ અધ્યાપકના એક આખા વૅકેશનનો' (પૃ. ૧૭). આટલી સજ્જતા અને આ પ્રકારનું દાયિત્વ હોય તો, તેઓ કહે છે તેમ, “વિવેચનયુગના નિર્માણમાં અવલોકનો ઉપકારક થઈ શકે. અવલોકનો રચાતા સાહિત્ય વિશે વાચકોને મદદરૂપ નીવડી શકે, લેખકને પણ પોતાની કૃતિ જોવાનું એક દૃષ્ટિબિંદુ આપી શકે.” (પૃ. ૧૬). વિવેચનપ્રવૃત્તિ આમ, બહુ લાક્ષણિક રીતે, માર્ગદર્શક બની રહે છે.
પરંતુ, આ માર્ગદર્શન કેવળ માહિતીલક્ષી કે પૃથક્કરણમૂલક બની રહે એ તેમને ઉદ્દિષ્ટ નથી. તેઓ કહે છે કે, “વિવેચનનું મુખ્ય કામ કલાકૃતિને કલાકૃતિ તરીકે પામવામાં—એનો આનંદ અનુભવવામાં મદદરૂપ થવાનું છે.' એલિયટે યોજેલી ‘ઍન્જોયમૅન્ટ' (આનંદ) અને ‘અન્ડરસ્ટૅન્ડિંગ’ (અવબોધ) સંજ્ઞાઓનો ઉપયોગ કરીને તેઓ વિવેચનને આસ્વાદમૂલક અવબોધકથારૂપે ઓળખાવે છે. ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં. કાવ્યનો રસ એ સ્વસંવેદ્ય છે. એ આસ્વાદના પ્રકાશમાં અવબોધ અંગેની વાર્તા વિવેચકે કરવાની છે અને આ અવબોધનું પણ મુખ્ય તત્ત્વ તો છે -'સંઘટનસૂત્રપકડવું' તે. (જુઓ, ‘પ્રતિશબ્દ' પૃ. ૨૪-૨૬).  
પરંતુ, આ માર્ગદર્શન કેવળ માહિતીલક્ષી કે પૃથક્કરણમૂલક બની રહે એ તેમને ઉદ્દિષ્ટ નથી. તેઓ કહે છે કે, “વિવેચનનું મુખ્ય કામ કલાકૃતિને કલાકૃતિ તરીકે પામવામાં—એનો આનંદ અનુભવવામાં મદદરૂપ થવાનું છે.' એલિયટે યોજેલી ‘ઍન્જોયમૅન્ટ' (આનંદ) અને ‘અન્ડરસ્ટૅન્ડિંગ’ (અવબોધ) સંજ્ઞાઓનો ઉપયોગ કરીને તેઓ વિવેચનને આસ્વાદમૂલક અવબોધકથારૂપે ઓળખાવે છે. ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં. કાવ્યનો રસ એ સ્વસંવેદ્ય છે. એ આસ્વાદના પ્રકાશમાં અવબોધ અંગેની વાર્તા વિવેચકે કરવાની છે અને આ અવબોધનું પણ મુખ્ય તત્ત્વ તો છે -'સંઘટનસૂત્રપકડવું' તે. (જુઓ, ‘પ્રતિશબ્દ' પૃ. ૨૪-૨૬).  
આવી સતત ચાલતી રહેલી તથા વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપને અને ફલકને સ્પષ્ટ કરી આપતી એમની વિચારણાના સંદર્ભમાં, એમણે કરેલા કૃતિવિવેચન-પ્રત્યક્ષ વિવેચન—ને તપાસીએ.
આવી સતત ચાલતી રહેલી તથા વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપને અને ફલકને સ્પષ્ટ કરી આપતી એમની વિચારણાના સંદર્ભમાં, એમણે કરેલા કૃતિવિવેચન-પ્રત્યક્ષ વિવેચન—ને તપાસીએ.