બારી બહાર/સર્જક-પરિચય

Revision as of 01:23, 18 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Prahlad-Parekh.jpg


પ્રહ્લાદ જેઠાલાલ પારેખ

(જ.૨૨, ઑક્ટોબર ૧૯૧૧ – અવ. ૨, જાન્યુઆરી ૧૯૬૨)

ગાંધી-વિચાર-સંવેદના ધરાવતી દક્ષિણામૂર્તિ શાળા (ભાવનગર)માં અભ્યાસ કરીને પછી ૧૯૩૦ની આઝાદીની ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ કરનાર પ્રહલાદ પારેખની કવિતામાં ગાંધી-પ્રેરિત માનવ-કરુણા તો છે જ, પરંતુ એમની કવિતા સમાજ-અભિમુખ રહેવાને બદલે સૌંદર્ય-અભિમુખ બને છે –એ એનો વિશેષ છે. એમની ૨૨ની વયે ચાર વરસ એ શાંતિનિકેતનમાં, રવીદ્રનાથના સાન્નિધ્યમાં રહે છે, એ એમની કવિતાની દિશા બદલવામાં નિર્ણાયક બને છે. ત્યાંથી આવીને એ જીવનભર શિક્ષક રહે છે –પહેલાં ભાવનગરમાં પછી ઘણો વખત મુંબઈમાં. ત્યાં જ ૫0ની વયે એમનું અવસાન. એમનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ ‘બારી બહાર‘. એ ઉપરાંત એમણે ‘સરવાણી‘ નામે ગીતસંગ્રહ આપ્યો. બાળકો માટે કાવ્યો અને વાર્તાઓ લખી. (જે અપ્રગટ છે.) એ ઉપરાંત એમણે ભાઈબહેનના શૈશવનું નિરૂપણ કરતી એક સળંગ ગદ્યકથા પણ પ્રકાશિત કરેલી.