ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/અમરતલાલ

Revision as of 22:33, 3 June 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અમરતલાલ





અમરતલાલ • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ


અમરતલાલ બહુ ચીવટથી કવિતા લખતા
અને લખ્યા પછી નોટબુકમાં ઉતારી દેતા

એમને ઘણી વાર એક ભયાનક સ્વપ્ન આવતું
સ્વપ્ન પણ કેવું?
તો કે પોતે જાણે મરકીના રોગમાં મરી ગયા
ને પોતાની કવિતાઓ છપાઈ કે વંચાઈ નહીં
અરે, કોઈને હાથ જ ન ચડી!

પણ અમરતલાલ સ્વયં તો ઘણું લાંબું જીવ્યા
(મારા મિત્ર હતા)
પોતાની જિંદગી દરમિયાન તેમણે
પોતાના કાવ્યસંગ્રહને
જન્મતો, વૃદ્ધ થતો
અને મરતો જોયો