ભરત વિંઝુડાની ગઝલસંપદા/ત્રણ થાય એવું
૨૫
ત્રણ થાય એવું
ત્રણ થાય એવું
બે અને એક ત્રણ થાય એવું
કેમ મળવું મરણ થાય એવું
સ્વપ્નમાં એમ આવી રહ્યાં છે
ઊંઘમાં જાગરણ થાય એવું
એનાં પગલે જ તો ચાલવું છે
જો કહે આચરણ થાય એવું
કેમ મારી જ નજદીક આવે
આવીને દૂર પણ થાય એવું
એક ટીપું પડ્યું આભમાંથી
રણ ઉપર રેતકણ થાય એવું
(મેં કહી કાનમાં જે વાત તને)