ભરત વિંઝુડાની ગઝલસંપદા/લાલા
૫૧
લાલા
લાલા
બૂજ ગઈ સબ બતિયાં લાલા,
રહી ગઈ ખુલ્લી અખિયાં લાલા.
રોજ મળે છે નદિયાં લાલા,
તોય ઊણા છે દરિયા લાલા.
ઘરની મધ્યે વાદળ છે ને
નભ માથે છે નળિયાં લાલા.
વાવું છું હું આંબા ને ત્યાં,
ઊગે છે બાવળિયા લાલા.
યાદ બીજી આવે પણ કોની,
તું જ કહે શામળિયા લાલા.
સુખનો ઝીણો લોટ થયો છે,
દુઃખના દાણા દળિયા લાલા.
કેવળ એક ભરોસો તારો,
રાખી લેજે લજિયાં લાલા.
(મૌનમાં સમજાય એવું)