ભરત વિંઝુડાની ગઝલસંપદા/એવું છે
૬૩
એવું છે
એવું છે
સત્ય બોલાઈ જાય એવું છે,
જળ ડહોળાઈ જાય એવું છે.
કંઈક વાતો તને કહી જ નથી,
મન વલોવાઈ જાય એવું છે.
સાચવી રાખ્યું એથી આંચળમાં,
દૂધ ઢોળાઈ જાય એવું છે.
મારી પાસે છે સોય ને દોરો,
મોતી પ્રોવાઈ જાય એવું છે.
એકબીજાને ભેટવું છે પણ,
જાત બદલાઈ જાય એવું છે.
(તમારા માટે)