મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૦.યશોવિજય
Revision as of 07:00, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
૩૦.યશોવિજય
જૈન સંપ્રદાય ને સાહિત્યની મોટી પ્રતિભા ગણાયેલા આ વિદ્વાન સાધુ કવિએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી-હિંદીમાં અનેક નાની-મોટી ગદ્ય-પદ્ય રચનાઓ કરી છે. એમાં ‘જંબુસ્વામી રાસ’ તથા ‘સમુદ્ર-વહાણ સંવાદ’ જેવી એમની દીર્ઘ કૃતિઓ ઉપરાંત ‘ચોવીસીઓ’, અને ઘણાં સ્તવનો-પદો-સઝ્ઝાયોનો સમાવેશ થાય છે. જ્ઞાનમીમાંસા,ભક્તિચરિત્રગાન અને ધર્મોપદેશ એમના વિષયો છે. પદો આદિમાં લય-ઢાળનું વૈવિધ્ય અને પ્રાસાદિક અલંકરણ ધ્યાનપાત્ર છે.