મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૬

From Ekatra Wiki
Revision as of 07:22, 27 January 2023 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પદ ૬

પ્રેમસખી

શી કહું શોભા અંગની, જોઈ લોચનિયાં લોભાય: ચિતડું ચોરે છે.
નિરખી નાશા કિરની, મારા ભવના પાતિક જાય.          ચિ૦

અધર પ્રવાળાંની ઓપમાં, જાણી કુંદ કળી સમ દાંત;          ચિ૦

ચિબુક તણી શોભા ઘણી, કંબુ કંઠ જોયાની ખાંત.          ચિ૦

વક્ષસ્થળ વાલું ઘણું, મુને મળતાં વાધે પ્રીત;          ચિ૦

અજાનબાહુ ઊર ધરી, આવો મળીએ મોહન મીત.          ચિ૦

ઉદરમાં ત્રીવળી પડે, ઊંડી નાભી નૌતમ જોય;          ચિ૦

શ્યામ કટિ સોહામણી, ઊરમાહી રિયું મન મોય.          ચિ૦

જાનુ જાુગલ છબિ જોઈને, મારો સુફળ થયો અવતાર;          ચિ૦

પેંડી પેની નીરખતાં, મારો દૂર થયો સંસાર.          ચિ૦

સોલે ચિન્હે જાુક્ત છે, એવી જાુગલ ચરણની જોડ;          ચિ૦

અખંડ રહો આવી ઉરમાં, પ્રેમાનંદના કોડ;          ચિ૦