ગુજરાતી નિબંધ-સંપદા/પ્રારંભ/ગ્રંથ-પરિચય

Revision as of 18:43, 8 July 2024 by Atulraval (talk | contribs)


ગ્રંથ-પરિચય

ગ્રંથ-પરિચય




ગુજરાતી નિબંધસંપદા • પ્રસ્તાવના - મણિલાલ હ. પટેલ • ઑડિયો પઠન: મણિલાલ હ. પટેલ


ગુજરાતી નિબંધ-સંપદા (૧૮૪૯-૨૦૨૦)

ગુજરાતી નિબંધને એકસો સિત્તેર-બોતેર (૧૮૪૯થી ૨૦૨૦) વર્ષ થયાં. એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલ રાવલે મને, આપણા ગુજરાતી નિબંધના આશરે પોણા બસો વર્ષના ગાળામાં પ્રકાશિત થયેલા નિબંધોમાંથી, ભાવકોને તથા એમનાં રસરુચિને ધ્યાનમાં રાખીને બની શકે એટલા સારા નિબંધો પસંદ કરવાનું કામ સોંપ્યું હતું.

અહીં વિચાર અને ચિંતનપ્રધાન નિબંધો સાથે કેટલાક ચરિત્રનિબંધો પણ પસંદ કર્યા છે. વળી પ્રવાસ અને હાસ્યનિબંધો પણ પોતાના હક્કથી જગ્યા બનાવીને બેસી ગયા છે. સવિશેષ તો લલિત નિબંધોએ પોતાની જમાવટ કરી છે.

વિષયવૈવિધ્ય, અભિવ્યક્તિની છટાઓ તથા ગુજરાતી ગદ્યની સમૃદ્ધિનો પરિચય કરાવતા ગુજરાતી નિબંધોનું આ ડિજિટલ સંપાદન ભાવકોને સદાકાળ રીઝવશે એમાં બેમત નથી.

આ તબક્કે નિબંધકારોનો, નિબંધોને ડિજિટલ રૂપ આપનાર કમલ થોભાણીનો, પ્રૂફરીડર્સનો, નિબંધો સંપડાવવામાં મદદ કરનાર મિત્રોનો અને શ્રી અતુલ રાવલ તથા એમની ટીમનો આભાર માનું છું. મણિલાલ હ. પટેલ
૨૧-૧-૨૦૨૧