ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકારભ્રષ્ટ
Revision as of 12:21, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
અલંકારભ્રષ્ટ (Baroque) : અલંકાર-વિષમતાને સૂચવતી આ સંજ્ઞા યુરોપના મધ્યકાળના ઉત્તરભાગમાં વધુ પ્રચલિત હતી. સાહિત્ય કરતાં સંગીતક્ષેત્રે અને કલાના ઇતિહાસક્ષેત્રે એનો ઉપયોગ વધુ થયો છે. અલંકારના અતિરેકવાળી અપરુચિયુક્ત શૈલી અહીં અભિપ્રેત છે.
ચં.ટો.