ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુકૂલ
Revision as of 07:32, 13 December 2021 by KhyatiJoshi (talk | contribs)
અનુકૂલ જુઓ, નાયક
અનુકૂલ : સંસ્કૃત અલંકાર. વિશ્વનાથ સિવાય બીજા કોઈપણ આલંકારિકે આ અલંકાર સ્વીકાર્યો નથી. પ્રતિકૂળ બાબત પણ જ્યારે અનુકૂળ લાગે ત્યારે અનુકૂળ અલંકાર બને છે. ખંડિતા નાયિકાની સખી એને સલાહ આપે છે, ‘‘હે સખી! તું ગુસ્સે થઈ હોય તો નાયક પર નખક્ષત કર અથવા એના કંઠને તારા બાહુપાશથી બાંધી દે.’’ બંધન પ્રતિકૂળ બાબત છે પણ નાયકને તો એ અનુકૂળ જ લાગે.
જ.દ.