ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિસંમેલન
Revision as of 14:57, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કવિસંમેલન કહે છે. ‘કાનની કળા’ કવિતામાં પદવિન્યાસ ઘણું મહત્ત્વ ધરાવે છે. કવિતાનાં નાદલય, કાકુ, આરોહ-અવરોહ – આ બધું પદયોજનાને આભારી છે. કવિ પોતે કાવ્યપાઠ કરે ત્યારે આ સકળ વાનાં એના ભાવ અને અર્થ સમેત પ્રગટી ઊઠે એવી અપેક્ષા હોય છે. કવિસંમેલન અર્થપૂર્ણ હોય કે ક્વચિત્ મનોરંજન માટે હોય; તોપણ એમાં કવિ-કવિતાની ગુણવત્તાનો હંમેશાં ખ્યાલ રાખવામાં આવે છે. ગુજરાતી ભાષામાં પ્રથમ કવિસંમેલન ફાર્બસ સાહેબની સૂચનાથી દલપતરામના હાથે ઈડરમાં યોજાયું હતું. આજે તો અંજલિ આપવાથી લઈને નવાં પ્રકાશનો કે સર્જકોને જયંતી નિમિત્તે આવકારવા કે ‘મધુરેણ સમાપયેત’ કરવા વાસ્તે પણ કવિસંમેલનો યોજાતાં રહે છે. રેડિયો અને ટેલિવિઝન પણ કવિસંમેલન પ્રસારિત કરે છે.
મ.હ.પ.