ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવ્ય પ્રશિષ્ટતાવાદ
Revision as of 04:33, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
નવ્ય પ્રશિષ્ટતાવાદ (Neoclassicism) : અંગ્રેજી સાહિત્યમાં સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન ડ્રાયડન, પોપ, સ્વિફ્ટ, એડિસન, અને જ્હૉનસન જેવા લેખકો દ્વારા પ્રાચીન ગ્રીક અને રોમન સર્જકોનાં જીવનદર્શન અને એમની શૈલીનું જે પુન :પ્રવર્તન થયું તેને ઓળખાવતી સંજ્ઞા. પ્રાચીન પ્રશિષ્ટ કૃતિઓના નિયમોનું ચુસ્ત અનુપાલન આ વાદ અંતર્ગત અપેક્ષિત છે.
હ.ત્રિ.