ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાવૃત્ત પદવિન્યાસ
Revision as of 06:54, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પરાવૃત્ત પદવિન્યાસ (Chiasmus) : ગદ્ય કે પદ્યમાં સમતુલન કરતી વાક્યતરાહો, જેમાં મુખ્ય ઘટકોનો વિપર્યય કરવામાં આવ્યો હોય. બીજી રીતે કહીએ તો સમાન્તર વાક્યખંડો વચ્ચેનો વિપર્યય યુક્ત સંબંધ અહીં અભિપ્રેત છે : કાલિદાસની જાણીતી ઉક્તિ ‘न ययौ न तस्थौ’ આનું ઉદાહરણ છે.
ચં.ટો.