ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુવિક્રી
Revision as of 11:05, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
બહુવિક્રી (Bestseller) : બહોળા પ્રમાણમાં વંચાતું પુસ્તક કે બહોળા પ્રમાણમાં વંચાતા લેખક. સામાન્ય રીતે વીસ હજારથી દસ લાખ જેટલી પ્રતોનું વેચાણ ધરાવતા પુસ્તક કે તેના લેખકનો ઉલ્લેખ આ સંજ્ઞાથી થાય છે. બાઇબલ ઉપરાંત હોમર, દાન્તે, શેક્સપિયર આદિનાં પુસ્તકોનો આ અર્થમાં ઉલ્લેખ કરી શકાય.
પ.ના.