ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તવન
Revision as of 11:31, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સ્તવન : ઊર્મિકાવ્યનો જૈન ગેય પ્રકાર. ચૈત્યવંદન કે ધાર્મિક ક્રિયા વખતે તીર્થંકરોની સ્તુતિ રૂપે ગવાતી આ રચનાઓ પાંચ-સાત કડીની હોય છે. એમાં તીર્થંકરોની સ્તુતિ ઉપરાંત આત્મોદ્ધાર અંગેની વિનંતિ અને મનના ભાવોની અભિવ્યક્તિને પણ સ્થાન મળે છે. તીર્થંકરો અને જિનેશ્વરોની સ્તુતિ સાથે સાથે તીર્થસ્થળો અને પર્વોની સ્તુતિ પણ એમાં ભળે છે. ક્યારેક ૩૫૦ જેટલી કડીમાં દીર્ઘ-રચના રૂપે સ્તવન અવતરેલું મળ્યું છે.
ચં.ટો.