ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપકાત્મક વસ્તુતા
Revision as of 09:14, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
રૂપકાત્મક વસ્તુતા(Metaphorical objectivity) : આ પરાવાસ્તવવાદી સંજ્ઞા છે. ચિત્તની કલ્પના અવસ્થામાં અવચેતના દ્વારા રોજિંદી વસ્તુઓ અરૂઢ સાહચર્યોના સંદર્ભ વચ્ચે લીલયા વૈશ્વિક અર્થને ગ્રહણ કરે છે – એ વીગતનો અહીં નિર્દેશ છે.
ચં.ટો.