ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્ષ્મ

From Ekatra Wiki
Revision as of 08:55, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૂક્ષ્મ : સંસ્કૃત અલંકાર. આકાર કે ઇંગિત દ્વારા કોઈક સૂક્ષ્મ અર્થ પામી જઈને તે અર્થને બીજા સમક્ષ કોઈક ધર્મ દ્વારા પ્રગટ કરવામાં આવે તેને સૂક્ષ્મ અલંકાર કહેવાય. જેમકે ‘સ્મિતપૂર્વક નેત્રને સાભિપ્રાય બનાવનાર વિટને સંકેતનો સમય જાણવા આતુર મનવાળો જાણીને ચતુર નાયિકાએ પોતાના હાથમાં રહેલા લીલા કમળને બીડી દીધું.’ વિટ મળવાનો સમય જાણવા આતુર છે એમ પામી જઈને નાયિકાએ કમળ બંધ કરીને સંધ્યા સમયનું સૂચન કર્યું. જ.દ.