સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કવિ અને કવિતા

Revision as of 12:42, 7 October 2022 by KhyatiJoshi (talk | contribs)


સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે.
જેઈમ્સ લોવેલ

*

થોડાક જ શબ્દોમાં કેટલી પ્રચંડ શક્તિ રહેલી છે તે કવિતા આપણને સમજાવે છે, અને વાચાળતાને અંકુશમાં રાખે છે.
રાલ્ફ એમર્સન

*

પ્રેમમાં પડે છે ત્યારે દરેક માણસ કવિ હોય છે.
પ્લેટો

*

કવિતા એટલે જીવનમાં જે કાંઈ સ્મરણમાં રાખવા જેવું છે તે બધું.
વિલિયમ હેઝલીટ

*

મારી આસપાસ જે કાંઈ છે તેની અંદર સારપ અને સૌંદર્યની ખોજ કરવાની પ્રકૃતિ કવિતાએ મને આપી છે.
સેમ્યુઅલ કોલરિજ

*

જેના મગજનો એકાદ પણ સ્ક્રૂ ઢીલો ન હોય તેવો કોઈ પણ માણસ કદાચ કવિ ન બની શકે કે કવિતાને માણી પણ ન શકે.
ટોમસ મેકોલે

*

કવિતાની કાયામાં હાડપિંજર કલ્પનાનું હોય છે, એમાં લોહી લાગણીઓનું વહે છે, અને શબ્દોની નાજુક, મજબૂત ચામડી વડે આખું માળખું બંધાયું હોય છે.
પોલ એંગલ

*

કવિ એટલે, પહેલાં પ્રથમ તો, એવો મનુષ્ય
જે ભાષાની સાથે મહોબ્બતમાં ચકચૂર હોય.
વિસ્ટાન ઓડન

*

સૃષ્ટિનું જે સૌંદર્ય ઢંકાયેલું પડ્યું છે, તેની ઉપરથી કવિ પરદો ઉઠાવે છે અને પરિચિત વસ્તુઓ પણ જાણે કે અપરિચિત હોય તેવી મોહક બનાવે છે.
પર્સી શેલી

*

કવિ તો દરેક ઝાડ પરથી ફળ એકત્ર કરે છે-
હા, કાંટામાંથી દ્રાક્ષ અને ઝાંખરાંમાંથી અંજીર.
વિલિયમ વોટસન

*

સાચો કવિ કાવ્યમય બનવાની કોશિશ કરતો નથી :
બાગબાન પોતાનાં ગુલાબ ઉપર અત્તર છાંટતો નથી.
ઝાં કોક્તો

*

એક વૃક્ષની તોલે આવે એવું કાવ્ય તો હું કદી જોવા પામીશ નહીં.
Template:જોય્સ કિલ્મર

*

ગદ્ય : શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી;
પદ્ય : શ્રેષ્ઠ શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી.
સેમ્યુઅલ કોલરીજ

*

કવિઓ : માનવજાતના પ્રથમ શિક્ષકો.
હોરેસ

*

મહાન કવિ બનવાની આકાંક્ષા જેને છે,
તેણે પ્રથમ તો નાના બાળક બનવાનું છે.
ટોમસ મેકોલે

*

કવિતાનો ઘાટ ઘડાય છે ધીમે ધીમે, ધીરજથી એક એક કડીને પરસેવા, રુધિર ને આંસુથી સાંકળીને.
આલફ્રેડ ડગ્લસ

*

કવિતા લખવામાં જેટલું ગૌરવ છે,
એટલું જ ગૌરવ ખેતર ખેડવામાં પણ રહેલું છે.
બુકર ટી. વોશીંગ્ટન

*

પોતે જે બધાં મહાન સત્યો ઉચ્ચારે છે,
તે કવિઓ પોતે પણ સમજતા હોતા નથી.
પ્લેટો

*

દરેક માનવીના અંતરમાં ક્યાંક કવિતાનું ઝરણ વહેતું હોય છે.
ટોમસ કારલાઈલ

*

કવિતા એ મનુષ્યજાતિની માતૃભાષા છે.
જોહાન હેમન

*

સાચી કવિતા આપણને સમજાય તે પહેલાં જ પોતાની વાત કહી જાણે છે.
ટોમસ એલિયટ

*

કવિતા મોજાંનાં ફીણ જેટલી તાજી અને ખડક જેટલી જૂની હોવી જોઈએ.
રાલ્ફ એમર્સન

*

મને જે કંઈ લાધ્યાં રતન અહીં સંસારજલનાં, લઈ આવ્યો તારે ચરણ, કવિતે! સર્વ ધરવા
સુરેશ દલાલ

*

શિશુઓનું હાસ્ય : મારી કવિતાનો શુભ છંદ… કન્યાઓની આશા : મારી કવિતાની નસોનું રુધિર.
ઉમાશંકર જોશી

*

છાપખાનાની શોધ થઈ ત્યાર બાદ કવિતા આખા સમૂહનો આનંદ મટી ગઈ છે અને થોડાક લોકોનું મનોરંજન બની ગઈ છે.
જોન મેઈઝફીલ્ડ