સોરઠિયા દુહા/41
Revision as of 05:47, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેશ;
રાજા જાદુવંશરા, ડોલરિયો કચ્છ દેશ.
જ્યાં પાણીદાર ઘોડાં નીપજે છે, જ્યાં ભોળા મનના કાઠીઓ વસે છે, જ્યાં સ્ત્રીઓ પગની પાની ઢંકાઈ જાય તેવો મરજાદવાળો પહેરવેશ પહેરે છે અને જ્યાં જદુવંશના રાજા રાજ્ય કરે છે, એવો મનોહર એ કચ્છ દેશ છે.