સોરઠિયા દુહા/63

From Ekatra Wiki
Revision as of 06:11, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


63

સોજાં જેનાં શીલ, (એનાં) વરણ કાંઉ વચારિર્યે;
પ્રેહ્લાદે ય પવિત્ર, (નકે) દાનવ હૂતો દાદવા!

હે દાદુ! જેનાં ચારિત્ર્ય સુંદર છે, નિર્મલ છે તેના વર્ણને — કોમને શીદ વિચારીએ? પ્રહ્લાદ જન્મથી દાનવ હતો છતાં શું પવિત્ર નહોતો?