સવરણ કવરણ નોય, (મર) કવરણ ઘર ઊછર્યો કરણ;
કોયલ કસદ ન હોય, (મર) દસ દે પાળી દાદવા.
હે દાદુ! કરણ છોને કુવર્ણને, હલકા વર્ણને (સૂતને) ઘેર ઊછરેલો, છતાં તે જાતવંત હતો તે કજાત ન બન્યો. તેમ કોયલને છોને કુત્સિત સાદ (સ્વર)વાળી કાગડી ઉછેરે, છતાં કોયલ કદી કુસાદીલો — કર્કશ કંઠવાળો — થતો નથી.