સોરઠિયા દુહા/65
Revision as of 06:13, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
કોયલડી ને કાગ, વાને વરતાયે નહિ;
જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે.
કોયલ અને કાગડો, એ બંનેના રંગ એકસરખા શ્યામ હોય છે અને તેથી દેખાવમાં તો એ એકસરખાં જ લાગે છે. છતાં એ બેની જીભ વચ્ચે કેટલો મોટો તફાવત હોય છે! એની પરખ એમના રંગમાં નહિ પણ એમની જીભમાં રહેલી છે.