શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૩. ઢળતી રાતે...

From Ekatra Wiki
Revision as of 08:34, 15 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫૩. ઢળતી રાતે...


ઢળતી રાતે કોણ પધારે, કોણ, અમારે દેશ?
– જેવી જેવી કરી ઝંખના એવો લઈને વેશ! –

ગહન શાંતિની એક ગુહામાં
મન મણકામાં મ્હાલે!
એક દીવાની જ્યોતિ સ્થિર છે,
ત્યાંથી કોણ નિહાળે?
બંધ દ્વારની આડે રહીને કોણે કર્યો પ્રવેશ? –

જળના નીતર્યા એક બિન્દુને
છીપમાં કાયમ કીધું,
હળવે હળવે એમાં કોણે
તેજ પરોવી દીધું?
કોણે અહીંયાં સ્વાતિસમયનો ખોલ્યો મર્મવિશેષ? –

શ્વાસ કરીને સંયત સરવર
વમળ શમાવી દીધાં,
કોણે છોડી લંગર ખુલ્લા
હોડીના પથ કીધા?
હોડી દરિયા સાથ ઊપડી, ક્યાંનો લઈ ઉજેશ? –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૨)