ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમચંદ-૨
Revision as of 06:11, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ઉત્તમચંદ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિદ્યાચંદના શિષ્ય. ‘ઉપધાન-વિધિ-સ્તવન’ (૨. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર) અને ૧૯ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (લે. ઈ.૧૬૭૪, સ્વલિખિત)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચિ. [ર.સો.]