ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમચંદ-૧


ઉત્તમચંદ-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં દેવસાગરના શિષ્ય. ૩૫૯ કડીના ‘સુનંદ-રાસ’ (૨. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, અસાડ સુદ-)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[ર.સો.]