ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણેશરુચિ ગણિ
Revision as of 09:49, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ગણેશરુચિ(ગણિ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયધર્મસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૭ - ઈ.૧૭૮૫)ની આજ્ઞાથી રચાયેલા, વિનયવિજય અને યશોવિજયકૃત ‘શ્રીપાલ-રાસ’ના ૨૪૦૦ ગ્રંથાગ્રના ટબાર્થ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]