ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર-૩
Revision as of 12:32, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ગુણસાગર-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિના શિષ્ય. ગજસાગરસૂરિના અવસાન (ઈ.૧૬૦૩) સુધીની માહિતી આપતા ૧૦૫ કડીના ચરિત્રાત્મક રાસ ‘ગજસાગરસૂરિનિર્વાણ’ના કર્તા. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈહાપ્રોસ્ટા.[ચ.શે.]