ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુમાનચંદ
Revision as of 12:36, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ગુમાનચંદ [ઈ.૧૮૧૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં ખુશાલચંદના શિષ્ય. ‘કેશીગૌતમ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૮૧૧/સં. ૧૮૬૭, માગશર સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]