ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય ગણિ-૩
Revision as of 13:38, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ચંદ્રવિજય(ગણિ)-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં પંડિત જીવવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ આશરે ૫૦૫ કડીની ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ચ.શે.]