ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય ગણિ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચંદ્રવિજય(ગણિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં નિત્યવિજયગણિ (ઈ.૧૬૭૮માં હયાત)ના શિષ્ય. તેમના, વિવિધ દેશીઓની ૧૩ ઢાળ અને ૭૧ કડીના ‘સ્થૂલિભદ્રકોશાના બારમાસ’ (મુ.) કોશાના વિરહભાવને પ્રાસાદિક ને રસાળ રીતે આલેખે છે. આસોથી આરંભાતી આ કૃતિ અસાડમાં સ્થૂલભદ્રના આગમન પછી એમણે આપેલા પ્રતિબોધ સાથે ભાદરવા માસ આગળ પૂરી થાય છે. કૃતિ : ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘ચંદ્રવિજયકૃત સ્થૂલિભદ્રકોશાના બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨. પ્રામબાસંગ્રહ:૧ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]